Advertisement
Author: નોબત સમાચાર

હુરૂન્સ મોમેન્ટ ઓફ લિફ્ટ ર૦રપ દ્વારા અનાર મોદીનું પીપલ-ફર્સ્ટ લીડરશીપના પથદર્શક તરીકે સન્માન

                                                                                                                                                                                                      

અમદાવાદઃ સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સના મુખ્ય હાર્ટ ઓફિસર અનાર મોદીને હુરૂન્સ મોમેન્ટ ઓફ લિફ્ટ ર૦રપ માં 'આર્કિેટેક્ટ ઓફ પીપલ-ફર્સ્ટ લીડરશીપ એન્ડ ઓર્ગેનાઈઝેશનલ એક્સેલન્સ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઘણી સંસ્થાઓ અસરકારક નેતૃત્વનો અર્થ શું છે તે અંગે પુનર્વિચાર કરી રહી છે તેવા સમયમાં આ સન્માન વિશ્વાસ, સ્પષ્ટતા અને કર્મચારીઓની સુખાકારીને સૌથી વધુ મહત્ત્વ આપનારા અગ્રણીઓને સમાજની સામે લાવે છે.

મોદી, પારદર્શિતા અને સમાવેશી નિર્ણય ક્ષમતાને મૂળમાં રાખીને સંગઠનમાં સાંસ્કૃતિક પરિવર્તન લાવ્યા છે. નવા જોડાનારાઓ માટે સ્થળાંતરણની પ્રક્રિયા સરળ બનાવવા માટે તેમણે 'સ્પર્શ' નામનો એક જોડાણ કાર્યક્રમ શરૂ કર્યો છે, જે પ્રારંભિક જોડાણને પ્રોત્સાહન આપવા, પ્રતિસાદ, એકત્રિત કરવા અને સાંસ્કૃતિક એકરૂપતાને ટેકો આપવા માટે તૈયાર કરાયો છે તેમજ 'બડી સિસ્ટમ' તૈયાર કરે છે જ્યાં નવા આવનારા દરેક કર્મચારીને એક સાથીદાર સાથે જોડી દેવામાં આવે છે જેથી તેઓ પ્રક્રિયાઓમાં નેવિગેટ થઈ શકે અને કામના માહોલમાં સ્થાયી થઈ શકે. માળખાગત પહેલ ઉપરાંત મોદી તેમના મુક્ત અભિગમ માટે જાણીતા છે, જેના કારણે કર્મચારીઓ જ્યારે માર્ગદર્શનની જરૂર હોય ત્યારે અથવા કોઈની સાથે સહજ વાત કરવામાટે પ્રોત્સાહિત થાય છે.

સાથીદારો તેમની શૈલીને નિરંતર અને પ્રત્યક્ષ ગણાવે છે તેમજ નોંધે છે કે મુક્ત સંવાદ અને અવિરત અનુવર્તીં કામગીરી પર તેઓ જે પ્રકારે ધ્યાન આપી રહ્યા છે તેનાથી ટીમોમાં સહયોગ મજબૂત બન્યો છે. તેમના નેતૃત્વ હેઠળ, કર્મચારીઓને પ્રારંભિક ચિંતાઓ વ્યક્ત કરવા, મુક્તપણે વિચારો જણાવવા અને કેવી રીતે કાર્યસ્થળમાં સુધારો કરી શકાય તે અંગે વધુ અર્થપૂર્ણ સંવાદ, જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh