Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરથાણામાં બની હૃદયને હચમચાવતી ઘટના
સુરત તા. રરઃ સરથાણામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ ૯ મા માળેથી છલાંગ લગાવી દેતા સરેરાટી વ્યાપી હતી. મોતનું કારણ અકબંધ છે. તપાસ હાથ ધરાઈ છે.
સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારે સાંજે એક હચમચાવી દેનારી ઘટના બની હતી. સરથાણા જકાતનાકા પાસે આવેલા અતિથિ કોમ્પલેક્ષના ૯ મા માળેથી એક ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. કેફેમાં બેઠેલી યુવતી અચાનક ખુરશી પરથી ઊભી થઈને નીચે કૂદી પડતા અરેરાટી વ્યાપી ગઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરથાણાના વાલક પાટિયા વિસ્તારમાં રહેતી ર૭ વર્ષિય રાધિકા કોટડિયા નામની યુવતી ફિઝિયોથેરાપિસ્ટ હતીઅને પોતાનું પ્રાઈવેટ ક્લિનિક ચલાવતી હતી. શુક્રવારે સાંજે રાધિકા સરથાણા જકાતનાકામાં આવેલા અતિથિ કોમ્પલેક્ષમાં ગઈ હતી, ત્યાં ૯ મા મળે આવેલા 'ચાય પાર્ટનર' નામના કેફેમાં તે બેઠી હતી.
થોડા સમય પછી તે અચાનક પોતાની ખુરશી પરથી ઊભી થઈ હતી અને કોઈ કઈંક વિચારે તે પહેલા જ સીધી નીચે છલાંગ લગાવી દીધી હતી. ૯ મા માળેથી પટકાતા રાધિકાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
જો કે, ૧૦૮ ની ટીમે તપાસ પછી યુવતીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતા જ સરથાણા પોલીસ અને મૃતકનો પરિવાર ઘટના સ્થળે જોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, રાધિકાની થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી.
એકાએક આ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસે રાધિકાનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને પરિવારજનોના નિવેદનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial