Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તળાવની પાળે થાર મોટર બની બેફામઃ કાકા-ભત્રીજીને ઈજાઃ શાપર પાસે રિક્ષા ગોથું મારી જતાં પ્રૌઢને ફ્રેક્ચરઃ
જામનગર તા. ૨૮: જામનગરના હાપા યાર્ડ રોડ પર રવિવારે સાંજે એક પરપ્રાંતીય શ્રમિકની રમી રહેલી દોઢેક વર્ષની પુત્રીને રિવર્સમાં આવેલા લોડરે ચગદી નાખી હતી. જયારે કાલાવડના મોટા વડાળા પાસે એક યુવાનને અજાણ્યું વાહન ઠોકર મારીને નાસી ગયું હતું. ઈજા પામેલા યુવાનનું મૃત્યુ થયું છે. તળાવની પાળે થારના ચાલકે અકસ્માત સર્જતા કાકા-ભત્રીજી ઘવાયા છે. બેડેશ્વરમાં સ્કૂટરે બકરાને હડફેટે લીધો છે અને શાપર પાસે રિક્ષા ગોથું મારી જતા એક પ્રૌૈઢને ફ્રેક્ચર થઈ ગયું છે.
જામનગર માર્કેટીંગ યાર્ડ પાસે આવેલા કચરાની ગાડીના વાડામાં વસવાટ કરતા મધ્ય પ્રદેશના જાંબુવા જિલ્લાના વતની મનિષ તોલીયાભાઈ ભાંભોર નામના યુવાનની દોઢેક વર્ષની પુત્રી કારી રવિવારે સાંજે ચારેક વાગ્યે પોતાના ઝૂંપડા પાસે રમતી હતી. ત્યારે જીજે-૧૦ એએમ ૨૪૦૦ નંબરના લોડરને તેના ચાલક રાજુ નીનામાએ બેફિકરાઈથી રિવર્સમાં લેતા ફૂલ જેવી બાળકી તેની હડફેટે ચઢી ગઈ હતી. તે બાળકીના ચહેરા પરથી લોડરનું તોતિંગ વ્હીલ ફરી વળતા તેણીનું મૃત્યુ નિપજ્યું છે. લોડરના ચાલક રાજુ સામે સિટી એ ડિવિઝનમાં મનિષે ફરિયાદ કરી છે.
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા વિજયભાઈ છગનભાઈ મેનપરા નામના ખેડૂત રવિવારે રાત્રે સાડા આઠેક વાગ્યે મોટા વડાળા ગામથી પીઠડીયા ગામ તરફ જવાના રસ્તા પરથી જીજે-૧૦-બીએચ ૧૫૫૭ નંબરના બાઈક પર જતા હતા ત્યારે સામેથી ફૂટપાટ ઝડપે ધસી આવેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને ઠોકર મારી પછાડયા હતા. આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા વિજયભાઈનું માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું છે. અજાણ્યા વાહન ચાલક સામે મૃતકના ભાઈ તુલસીભાઈ છગનભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નેહરૂ નગરમાં રહેતા તુલસીભાઈ મોહનભાઈ ગોહિલ નામના યુવાન રવિવારે સાંજે લાખોટા તળાવની ૫ાળે બ્યુટી ફિકેશનના નવ નંબરના ગેઈટ પાસે પોતાના પત્ની પ્રેમીલાબેન તથા આઠ વર્ષની ભત્રીજી નિરાલી સાથે ઉભા હતા ત્યારે જીજે-૩-પીએ ૫૪૪૪ નંબરની થાર મોટરના ચાલકે પુરપાટ ઝડપે ધસી આવી ત્રણેયને હડફેટે લીધા હતા. જેમાં તુલસીભાઈ તથા તેમની ભત્રીજી નિરાલીને ગંભીર ઈજા થઈ છે. બાજુમાં પડેલા બાઈકમાં પણ નુકસાન થયું હતું. ત્યાં ટોળુ એકઠુ થઈ ગયું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જામનગરના બેડેશ્વરમાં જાહેરપીરની દરગાહ પાસે શનિવારે ઝરીનાબેન આદમ માણેક પોતાના બકરાને પાણી પીવડાવતા હતા ત્યારે એક બકરો વાડામાંથી બહાર નીકળીને રોડ પર ચાલ્યો ગયો હતો તેને જીજે-૧૦-બીપી ૭૦૬૯ નંબરના સ્કૂટરચાલકે ઠોકર મારી પછાડી દીધો હતો. સ્કૂટરચાલક સામે ઝરીનાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
જામનગર-ખંભાળિયા રોડ પર શાપર ગામના પાટીયા પાસે દસેક દિવસ પહેલાં બાબુભાઈ દેવજીભાઈ પરમાર નામના પ્રૌઢ જે રિક્ષામાં જતા હતા તે રિક્ષાચાલકે ગોથું ખવડાવતા બાબુભાઈનો હાથ ભાંગી ગયો હતો. તેઓએ રિક્ષાચાલક સામે રાવ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial