Advertisement
Author: નોબત સમાચાર

આસારામ અમદાવાદના મોટેરા આશ્રમમાં પહોંચતા પોલીસ એલર્ટ પર

જોધપુર જેલમાંથી જામીન પર છૂટેલા

અમદાવાદ તા. ર૮: આસારામ ૧ર વર્ષ પછી અમદાવાદના મોટેરા આશ્રમે પહોંચ્યા હોવાથી આશ્રમ પર સ્થિતિ ન બગડે તે માટે થઈને પોલીસ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે.

રાજસ્થાનની જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામનો જામીન પર છૂટકારો થયા પછી અમદાવાદના મોટેરા આશ્રમમાં ૧ર વર્ષ પછી તે ૫ાછા ફર્યા હતા. જામીનમાં શરત છે કે, તેના અનુયાયીઓને મળી શકશે નહીં. તેમ છતાં તેના સાધકોને જાણ થતાં તેઓ આશ્રમમાં પહોંચવા લાગ્યા હતાં. આશ્રમ પર સ્થિતિ ન બગડે તે માટે થઈને પોલીસ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આસારામને જામીન મળતા તે જોધપુર જેલમાંથી બહાર આવી અમદાવાદના સાબરમતીમાં આવેલા તેના આશ્રમમાં હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી પ્રમાણે આસારામને જ્યારે જામીન મળ્યા ત્યારે તેના અમદાવાદ આવવાની અટકળો વધી ગઈ હતી. તેમાં પણ ખાસ કરીને આસારામ આશ્રમમાં અગાઉ અનેક વિવાદ જેમ કે, દીપેશ-અભિષેકના અપમૃત્યુ કેસ, ત્યારપછી દુષ્કર્મ જેવા બનાવોની ફરિયાદ અને ત્યારપછી આસારામ આશ્રમ તેના સાધકોના કારણે વિવાદમાં રહી ચૂક્યો છે.

વચગાળાના મળેલા જામીન દરમિયાન આસારામ કોઈ નવો વિવાદ ન ઊભો કરે તે માટે થઈને ચાંદખેડા પોલીસની ટીમ સતત રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ સુપ્રિમ કોર્ટે ર૦૧૩ ના બળાત્કાર કેસમાં આસારામ બાપુને તબીબી આધાર પર વચગાળાના જામીન આપતી સમયે કેટલીક શરતો મૂકી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે, આસારામ પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરશે નહીં અને વચગાળાના જામીન પર છૂટ્યા પછી પોતાના અનુયાયીઓને મળશે નહીં.

સૂત્રો મુજબ બનાસકાંઠામાં આસારામે શરતી જામીનનો ભંગ કર્યો હતો, જેમાં કોર્ટના આદેશની અવગણના કરી મેળાવડા ચાલી રહ્યા છે. તેમાં પેરોલ પર છૂટ્યા પછી આસારામ પહેલીવાર પાલનપુરમાં મહેશ્વરી હોલમાં આસારામે મોટી સંખ્યામાં અનુયાયીઓને ભેગા કરી સત્સંગ યોજ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh