Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લાના બદૌત શહેરમાં
લખનૌ તા. ર૮: ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જૈન માનસ્તંભ પરિસરમાં સ્ટ્રક્ચર ધરાશાયી થતા સાતના મોત થયા છે, જ્યારે ૮૦ ઈજાગ્રસ્ત થયા છે.
ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં બદૌત શહેરમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. બાગપતમાં ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું, જેના કારણે સાત શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે ૮૦ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. આ દુઃખદ અકસ્માત બદૌત શહેરના ગાંધી રોડ પર થયો હતો.
મળતી માહિતી મુજબ શ્રી દિગંબર જૈન ડિગ્રી કોલેજના મેદાનમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું. મંગળવારે અહીં નિર્વાણ મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેના માટે ૬પ ફૂટ ઊંચુ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. માનસ્તંભમાં બેઠેલી મૂર્તિને અભિષેક કરવા માટે સ્થાપિત સીડીઓ પર ભક્તો ચઢવા લાગ્યા કે તરત જ તે ધરાશાયી થઈ ગયું હતું. જેના કારણે ૮૦ થી વધુ ભક્તો નીચે દટાયા અને ૭ મૃત્યુ પામ્યા હતાં. અકસ્માત થતા જ શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચીગઈ હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
મૃતકોમાં ર મહિલાઓ સહિત પ લોકોનો સમાવેશ થાય છે. માહિતી મળતા જ એસપી બાગપત અર્પિત વિજયવર્ગિય પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી.
ઘટના સ્થળેથી ઘાયલોને હોસ્પિટલે લઈ જવા તત્કાળ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહીં થતા પ્રારંભમાં કેટલાક ઘાયલોને રિક્ષામાં હોસ્પિટલે પહોંચાડવા પડ્યા હોવાનું પણ જાણવા મળે છે. મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial