Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિત રક્ષક સમિતિ દ્વારા
ખંભાળિયા તા. ૨૮: ખંભાળિયામાં રાજાશાહીના સમયમાં બનેલી ઐતિહાસિક જીવીજે હાઈસ્કૂલનુ બિલ્ડીંગ જર્જરીત થઈ જવાથી તેને તોડી પાડવાનો હુકમ થયો હતો. ત્યાર પછી જીવીજે હાઈસ્કૂલ હિત રક્ષક સમિતિ દ્વારા જહેમત ઉઠાવી રજૂઆતોના અંતે જીવીજે હાઈસ્કૂલનું પ્રાચિન પ્રતિકૃત્તિ સમાન ભવ્ય નવું બિલ્ડીંગ તૈયાર થઈ ગયુ છે. હવે જીવીજે હિત રક્ષક સમિતિ દ્વારા આ સ્કૂલના પ્રાંગણમાં મ્યુઝીયમ તથા આર્ટ ગેલેરી બનાવવા માટે રાજ્યના પ્રવાસન મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયા શહેર તથા દ્વારકા જિલ્લામાં ભવ્ય ભૂતકાળ તથા સાંસ્કૃત્તિક વારસો ધરાવતા અનેક પ્રાચીન અને પુરાતત્વીય ચીજોનો ખજાનો હતો. મ્યુઝીયમ તથા આર્ટ ગેલેરી ઉભી કરવા માંગ કરાઈ છે.
હાલ નવા બનેલા જી.વી.જે. હાઈસ્કૂલના બિલ્ડીંગમાં જ મ્યુઝીયમ અથવા આર્ટ ગેલેરી પણ બનાવી શકાય તેમ હોય મ્યુઝીયમ તથા આર્ટ ગેલેરી માટેનું સાહિત્ય, કૃતિઓ, તસવીરો હિત રક્ષક સમિતિએ પુરૃં પાડવા તૈયારી દર્શાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial