Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજપાર્કમાંથી પાંચ મહિલા તીનપત્તી રમતા પકડાયાઃ
જામનગર તા.૨૮ : જામનગરના રાજપાર્કમાં રંગમતી શેરીમાં તીનપત્તી રમતા પાંચ મહિલા પકડાયા છે. જામજોધપુરના ધ્રાફાની સીમમાં એક ખેતરમાં ગંજીપાના કૂટી રહેલા છની પોલીસે રોકડ, મોબાઈલ, બાઈક સાથે ધરપકડ કરી છે. ધરાર નગર-૧માંથી ચાર શખ્સ જુગાર રમતા મળી આવ્યા છે.
જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના સાતવડલા સીમ વિસ્તારમાં આવેલા એક ખેતર સ્થિત મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી રવિવારે બપોરે શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા પુષ્પરાજસિંહ યશવંતસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં નાલ આપી ગંજીપાના વડે જુગાર રમી રહેલા પુષ્પરાજસિંહ ઉપરાંત મેરાભાઈ કલાભાઈ કરોતરા, કાયાભાઈ ભોજાભાઇ મુંગાણીયા, દિલીપ પ્રભાશંકર વ્યાસ, ગુલમામદ જમાલ રાવકરડા, ધર્મેન્દ્ર વેલજીભાઈ માકડીયા નામના છ શખ્સ મળી આવ્યા હતા પોલીસે પટમાંથી રૂ.૧,૧૭,૬૫૦ રોકડા, પાંચ મોબાઈલ, એક બાઇક મળી કુલ રૂ.૧,૯૨,૬૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગરના ગુલાબનગર રોડ પર રાજપાર્કમાં રંગમતી શેરી નં.૩ના છેડે ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા મંજુબેન ગુલાબભાઈ વારા, રંજનબેન રમેશભાઈ ચૌહાણ, રેખાબેન અશ્વિનભાઈ ચૌહાણ, જેઠીબેન હેમતભાઈ ચૌહાણ નામના ચાર મહિલા પકડાયા હતા. પટમાંથી રૂ.૫૧૪૦ કબજે કરવામાં આવ્યા છે.
જામનગરના ધરારનગર-૧ માં ગંજીપાના કુટી રહેલા નવાઝ ઉમર સમા, સલીમ કાસમ ઠેબા, ઈમરાન ઈબ્રાહીમ ધુધા, ઉમર આમદ હાલેપોત્રા નામના ચાર શખ્સ રૂ.૭૨૦૦ સાથે પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial