Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોમાંચક મેચની આશાઃ સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ
રાજકોટ તા. ર૮: પ્રવાસી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામેની પાંચ મેચની શ્રેણીની ત્રીજી ટી-ર૦ મેચ આજે સાંજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. આ મુકાબલો રોમાંચક થવાના પૂરેપૂરા એંધાણ છે, કારણ કે ઈંગ્લેન્ડ માટે 'કરો યા મરો'ની સ્થિતિ છે, જ્યારે ટીમ ઈન્ડિયા શ્રેણી જીતવા મેદાને ઉતરશે. ટી-ર૦ મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયો છે. સ્ટાર ક્રિકેટરોને માણવા-નિહાળવા સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્રેમીઓ સજ્જ . સૂર્યા, હાર્દિક, તિલક પાસે વિસ્ફોટક ઈનીંગની આશા રખાય છે. રાજકોટની પીચ બેટીંગ પીચ હોવાથી ચોક્કા-છગ્ગાની રમઝટ બોલશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી-ર૦ મેચ રાજકોટમાં રમાશે. ત્રીજી મેચમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ ઈંગ્લેન્ડને કચડી નાખવા અને અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે. ત્રીજી ટી-ર૦ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતની શક્યતા વધી ગઈ છે, કારણ કે આ મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ પણ ઉત્તમ રહ્યો છે. ભારતે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી પહેલી મેચમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું, પરંતુ ચેન્નાઈમાં, મેન ઈન બ્લુને સખત મહેનત કરવી પડી અને તિલક વર્માએ પપ બોલમાં ૭ર રન ફટકારીને ભારતને જીત અપાવી હતી. રાજકોટમાં ભારત પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે જ્યારે જોસ બટલરની ઈંગ્લેન્ડ ટીમ વાપસી કરીને શ્રેણી બરાબર કરવાનો પ્રયાસ કરશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ર૬ ટી-ર૦ મેચ રમાઈ છે, જેમાંથી ભારતે ૧પ મેચ જીતી છે અને ઈંગ્લેન્ડે ૧૧ મેચ જીતી છે. ભારતે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં પાંચ ટી-ર૦ મેચ રમી છે. અહીં રેમાયેલી મેચોમાંથી તેણે ચાર જીતી છે અને એક હારનો સામનો કરવો પડ્યો છે.
નિરંજન શાહ સ્ટેડિયમની પિચ તેની બેટિંગ-ફેન્ડલી સપાટી માટે પ્રખ્યાત છે. અહીં એક શાનદાર ટ્રેકની અપેક્ષા રાખી શકાય છે અને ઉચ્ચ સ્કોરીંગની શક્યતા છે. અહીં રમાયેલી પાંચેય ટી-ર૦ મેચોમાં ૧પ૦ થી વધુ સ્કોર જોવા મળ્યા છે, જ્યારે ચાર ઈનિંગ્સમાં કુલ સ્કોર ૧૯પ થી વધુ રહ્યો છે. આ સ્થળે પ્રથમ બેટીંગ કરતી ટીમોને ફાયદો રહ્યો છે, જેના કારણે ટોસ એક મહત્ત્વપૂર્ણ પરિબળ બની ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial