Advertisement
Author: નોબત સમાચાર

પાર્સલમાં ડ્રગ્સ આવ્યું હોવાનું જણાવી રૂ.૧૩ લાખ પડાવી લેવાયાની ફરિયાદ

દસેક મહિના પહેલાં આચરાયેલા ફ્રોડની તપાસ શરૂ:

જામનગર તા.૨૮ : જામનગરના મોટી ખાવડી ગામ પાસે ટાઉનશીપમાં રહેતા એક યુવાનને તમારા પાર્સલમાં ડ્રગ્સ નીકળ્યું છે તેમ કહી ડરાવ્યા પછી બે શખ્સે પોતાની ઓળખ સીબીઆઈ તથા પોલીસ કર્મચારી તરીકે આપી દસેક મહિના પહેલાં રૂ.૧૩ લાખ એક બેંક ખાતામાં જમા કરાવી લીધા પછી મોબાઈલ ફોન બંધ કરી દીધાની સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના મોટી ખાવડી ગામ પાસે ટાઉનશીપમાં વસવાટ કરતા મૂળ સુરતના મેહુલ રમાકાંત પંજી નામના પ્રૌઢને ગયા માર્ચ મહિનાની ૨૩ તારીખે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. મોબાઈલના સામા છેડે રહેલા શખ્સે પોતાની ઓળખ કુરિયર સર્વિસના માણસ તરીકે આપી તમારૂ પાર્સલ આવ્યું છે તેમ જણાવ્યા પછી અન્ય શખ્સે તમારા પાર્સલમાં ડ્રગ્સ, લેપટોપ, ક્રેડીટ કાર્ડ, પાસપોર્ટ, કપડા સહિતનો સામાન નીકળ્યો છે તેમ જણાવ્યું હતું.

આ શખ્સે પોતાની ઓળખ આપવા માટે વોટ્સએપમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચનો બનાવટી લેટર મોકલવા ઉપરાંત પોતાની ઓળખ સીબીઆઈના કર્મચારી તરીકેની આપી મેહુલભાઈને ડરાવ્યા હતા અને જો તમારી સામે ડ્રગ્સનો ગુન્હો નોંધાશે તો તમને આજીવન કેદની સજા થઈ શકે છે તેમ કહી ધમકાવ્યા પછી જાળ પાથરી હતી.

તે જાળમાં ફસાઈ ગયેલા મેહુલભાઈ પાસેથી આ કેસમાંથી નામ કઢાવી નાખવા માટે ખર્ચ થશે તેમ કહી એક બેંક ખાતામાં રૂ.૧૩ લાખ ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. આ રકમ તેમના સામાનની ખરાઈ પછી ખાતામાં પરત જમા થશે તેવી વાત કર્યા પછી આ શખ્સોએ પૈસા મેળવી લઈ મોબાઈલ બંધ કરી દીધા હતા. તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા મેહુલભાઈને આખરે છેતરાયા નો અહેસાસ થતાં તેઓએ જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે. પીઆઈ આઈ.એ. ધાસુરાએ આઈપીસી ૪૨૦, ૩૮૮, ૧૭૦, ૪૮૪, ૧૨૦ (બી), આઈટી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh