Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રજાસત્તાક પર્વે જામનગરની જનતાએ માણ્યો અદ્ભૂત નજારોઃ અધિકારીઓ-પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે , ઈન્ડિયન એરફોર્સની એરોબેટિક ટીમ દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશનથી અદ્ભુત એર-શો યોજવામાં આવ્યો હતો. આ એર શોમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે વિવિધ કરતબ યોજી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતાં. એરોબેટિક ટીમનો એર શો જોવા માટે સ્વામિનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહૃાા હતા. ઇન્ડિયન એરફોર્સના ૯ હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો કરવામાં આવ્યાં હતાં જે નિહાળીને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતાં. આ ભવ્ય નજારો જામનગરવાસીઓ માટે યાદગાર બની ગયો હતો.
ઉલ્લેખનીય છે કે આ એર શોમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક એમકે-૧૩૨ જેટ ઉડાડવામાં આવ્યા હતા. જેમાં સાહસિકો દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિમાનો સાથે મળીને આકાશમાં ડીએનએના માળખા જેવા હેલિક્સની રચના બનાવી હતી. આ ઉપરાંત હાર્ટ, સૂર્યના કિરણો જેવી આકૃતિ, તેજસ, અંગ્રેજી આલ્ફાબેટ વાય અને એ ની આકૃતિ બનાવતા સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટ અને લોકોના ચિઅરઅપથી ગુંજી ઉઠ્યું હતું.
તા. ૨૫મી જાન્યુઆરીના યોજાયેલા આ અદ્ભુત એરોબેટિક શો જોવા માટે જામનગર જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા તેમના ધર્મપત્ની શ્રીમતી દર્શના પંડ્યા સાથે ઉપસ્થિત રહૃાા હતા. ઉપરાંત જિલ્લાના અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ તથા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહૃાા હતા.
તે પછી જામનગરમાં સતત બીજા દિવસે તા. ૨૬મી જાન્યુઆરીના પણ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા અદ્ભુત અને અકલ્પનીય એર શો યોજવામાં આવ્યો હતો. એકી સાથે ૯ વિમાનોએ જામનગરના આકાશમાં દિલધડક કરતબો કરી જામનગર વાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તાજેતરમાં, સૂર્યકિરણ ટીમના હોક એમકે ૧૩૨ એરક્રાફ્ટમાં રંગીન ધુમાડો ઉત્પન્ન કરવામાં સક્ષમ સ્મોક પોડ્સનું ઇન્ટીગ્રેશન કરવામાં આવ્યું છે. આ એડવાન્સમેન્ટ ભારતીય વાયુસેનાના બેઝ રિપેર ડેપો, નાસિક ખાતે વિકસાવવામાં આવી હતી અને ટીમને તેમના હવાઈ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજના રંગો કેસરી, સફેદ અને લીલો આકાશમાં પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આજે પ્રજાસત્તાક પર્વ નિમિતે આ ત્રણ રંગોનું આકાશમાં પ્રદર્શન જોઈ સૌકોઈના શ્વાસ થંભી ગયા હતા. ઉપરાંત સૂર્યકિરણ ટીમના ૯ એમકે-૧૩૨ વિમાનો દ્વારા વિવિધ શ્રુંખલાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં વિવિધતામાં એકતાની થીમ, અંગ્રેજી આલ્ફાબેટ, ડીએનએની શૃંખલા વગેરે દ્વારા સૂર્યકિરણની ટીમે જામનગરવાસીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. અને સૌ કોઈ માટે આજનો પ્રજાસત્તાક પર્વ યાદગાર બનાવ્યો હતો.
આ એર શો નિહાળવા માટે જિલ્લા કલેક્ટર બી. કે. પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર બી. એન. ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ઝાલા, પ્રાંત અધિકારીઓ, એરફોર્સના અધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial