Advertisement
Author: નોબત સમાચાર

રિલાયન્સ જામનગરમાં રૂપિયા ર૦૦ અબજ ડોલરના રોકાણ સાથે નિર્માણ પામશે વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર

ચેરમેન મુકેશભાઈ અંબાણીએ ઓગસ્ટ-ર૦ર૪ માં કરેલી જાહેરાત મુજબ

જામનગર તા. ર૮: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ ઓગસ્ટ-ર૦ર૪ માં શેરહોલ્ડર્સને સંબોધન કરી જણાવ્યું હતું કે, જામનગરમાં ડેટા સેન્ટરના નિર્માણ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપની એનવીડીયા પાસેથી બ્લેકવેલ ગ્રાફીક પ્રોસેસીંગ યુનિટ ખરીદવાની તૈયારી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એઆઈ કોમ્પ્યુટીંગ માટે જરૂરી લાર્જ લેન્ગવેજ મોડેલ (એલએલએમ) ડેવલપ કરવા માટે રિલાયન્સ અને એનવીડીયાએ સપ્ટેમ્બર-ર૦ર૪ માં ભાગીદારી કરી હોવાની જાહેરાત કરી હતી.

જામનગરમાં પ્રસ્તાવિત ડેટા સેન્ટર માટે પર્યાવરણને કોઈપણ રીતે નુકસાન ન થાય તે રીતે વીજળી મેળવવામાં આવશે. રિલાયન્સ જામનગરમાં સોલાર બેટરી સેલ સ્ટોરેજ અને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સહિત ૧૦૦ ગીગા વોટની ગ્રીન એનર્જીની ક્ષમતા ઊભી કરી રહ્યું છે.

આ ક્ષમતામાંથી એક ગીગા વોટ વીજળી ડેટા સેન્ટરને જરૂરી વીજળી આપવામાં આવશે. એક ગીગા વોટ વીજળીમાંથી સાત લાખથી ૧૦ લાખ ઘરોની વીજળીની જરૂરિયાત પૂર્ણ થઈ શકે છે.

એનવીડીયાના સીઈઓ ગત્ ઓક્ટોબર-ર૦ર૪ માં ભારતની મુલાકાતે આવ્યા હતાં, અને તેમણે મુકેશ અંબાણી સાથે બન્ને કંપનીઓ આ ક્ષેત્રમાં કેવી રીતે સાથે કામ કરી શકે તે તે અંગે ચર્ચા કરી હતી.

અત્યારે વિશ્વમાં સૌથી મોટા  ડેટા સેન્ટર અમેરિકામાં આવેલા છે. જેની ક્ષમતા એક ગીગા વોટ કરતા ઓછી છે.

રિલાયન્સ જામનગરમાં ડેટા સેન્ટરના નિર્માણ માટે ર૦૦ અબજ ડોલરનું રોકાણ કરશે, તેટલો અંદાજ છે.

કોમ્યુટીંગ, સ્ટોરેજ અને અન્ય સાનુકૂળતાઓ માટે ડેટા સેન્ટર ઊભું કરવામાં આવશે. આ ડેટા સેન્ટરનો ઉપયોગ કંપનીઓ, સરકાર ડેટા સ્ટોરેજ, કલાઉડ કોમ્યુટીંગ કે ડેટા સેફટી માટે કરે છે. ડેટા સેન્ટર ચલાવતી કંપનીએ કોમ્પ્યુટર, પ્રોસેસર, ટેલીકોમ, વીજળી સહિતની સુવિધાઓ ઊભી કરવાની હોય છે. ગુગલની માલિક આલ્ફાબેટ, માઈક્રોસોફટ, એમેઝોન અત્યારે વિશ્વના સૌથી મોટા ડેટા સેન્ટરોનું સંચાલન કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh