Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત દરોડામાં બે બીયર, દારૂ સાથે આઠ પકડાયાઃ
જામનગર તા.૨૮ : જામનગરના રડાર રોડ પર નારીયેળની દુકાનમાં પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૮૯ બોટલ સાથે બેની ધરપકડ કરી છે. ત્રણના નામ ખૂલ્યા છે. લતીપર પાસેથી એક પરપ્રાંતીય બાર બોટલ સાથે ઝડપાઈ ગયો છે. પટેલ પાર્કમાં એક મકાનમાંથી ત્રણ બોટલ સાંપડી છે. કાલાવડના નિકાવામાંથી પાંચ બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો છે.
જામનગરના ગોકુલનગર રડાર રોડ પર નારીયેળની એક દુકાનમાં દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળતા સિટી સી ડિવિઝનના સ્ટાફે રીતિક વિજય ભારાવાળા તથા ધનરાજ પ્રવીણ બારૈયા નામના શખ્સોની લીલા નારીયેળની દુકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી ઈંગ્લીશ દારૂની ૮૯ બોટલ મળી આવી હતી. બોટલ સાથે બંને શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોએ દારૂનો જથ્થો કિસાન ચોકવાળા ઈમરાન તથા હિતેશ બાંમણીયા, ઉમેશ નાખવા ઉર્ફે બાબુ પાસેથી લીધી હોવાની કબૂલાત આપી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્કની શેરી નં.૪માં મકાનમાં દારૂની બોટલ પડી હોવાની બાતમી પરથી એ ડિવિઝનના સ્ટાફે ગિરીશ પ્રફુલભાઈ વાઘેલા નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યાં તલાસી લેવામાં આવતા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા ૨૧૦૦ની બોટલે કબજે કરી ગિરીશ વાઘેલાની ધરપકડ કરી છે. આ શખ્સે બોટલ કડિયા વાડમાં રહેતા રાકેશ પાસેથી લીધી હોવાની કબૂલાત કરી છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામના પાટીયા પાસેથી ગઈકાલે સવારે રાજુ સુવર સિંગ અજનાર નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની બાર બોટલ સાથે ઝડપાઈ ગયો છે.
કાલાવડના પીપરડી ગામ તરફ જવાના રસ્તા પરથી દીપક અમુભાઈ મકવાણા નામનો શખ્સ દારૂની બોટલ સાથે ઝડપાયો છે. જ્યારે નિકાવામાંથી કેવલ રમેશભાઈ ગમઢા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે મળી આવ્યો છે. તેણે નિકાવાના જ દીપક બુસા ઉર્ફે ઉખેડીયા પાસેથી બોટલ લીધાની કબૂલાત આપી છે.
કાલાવડના ખંઢેરા ગામની ગોળાઈમાંથી કુલદીપ ભરતસિંહ જાદવ નામનો શખ્સ દારૂની બોટલ સાથે પકડાયો છે અને કાલાવડ શહેરમાંથી ગૌતમ શૈલેષભાઈ પાનસુરીયા ઉર્ફે કારો નામનો શખ્સ બીયરના બે ટીન સાથે મળી આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial