Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જતા પદયાત્રીઓ માટે ખુલેલા સેવા કેમ્પની મુલાકાત
ખંભાળીયા તા. ૧૦: દ્વારકા જતાં પદયાત્રીઓના સેવા કેમ્પોની મુલાકાત લેતા રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ ઉત્સવની ઉમંગભેર ઉજવણીની સાથે પર્યાવરણની જાળવણીની અપીલ પણ કરી હતી.
તાજેતરમાં દ્વારકા જિલ્લામાં ફૂલડોલ ઉત્સવના સંદર્ભમાં સેવા કેંપો ચાલતા હોય રાજ્યના વન અને પ્રવાસન મંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ આ કંમ્પોની મુલાકાત લઈ સેવાઓમાં જોડાઈને પદયાત્રીઓને સલામતી સાથે --- વેલ તથા ઉત્સવ ઉજવણીમાં પર્યાવરણ જાળવણીનું પણ જણાવ્યું હતું.
વનમંત્રી મૂળુભાઈ બેરાએ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આરાધના ધામ પાસે ચાલતા વિશાળ સેવા કેમ્પ, દ્વારકાધીશ મિત્ર મંડળ કેમ્પ, સેવા આનંદ કેમ્પ, એસ્સાર કંપની દ્વારા ચાલતા સેવા કેમ્પ તથા પૂર્વ તા.પં. પ્રમુખ રાજપૂત અગ્રણી બહાદુરસિંહ વાઢેર દ્વારા યાચના સ્વામીનારાયણ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. યાત્રાળુઓ તથા સામાજિક અગ્રણીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે રસ્તાઓ પ્લાસ્ટીક મુકત, કચરામુકત અને તે માટે સ્વયંસેવકોનું આયોજન કરવા જણાવીને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પદયાત્રામાં કચરો એકઠો કરનારા વાહનને લીલી ઝંડી આપી હતી તથા કેમ્પોમાં સેવા નિહાળી યાત્રીકોને મળી શુભેચ્છા પાઠવી હતી.
સામ્રાજય સેવાભાવીની જેમ કોઈ અભિયાન વગર રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા રસોઈમાં કેમ્પોમાં જાતે બનાવવામાં તવેથો લઈને મદદ કરવા, યાત્રિકોને ભોજન પીરસવા તથા કામગીરીમાં સ્વયં સેવકોની સાથે મદદમાં જોડાઈ ગયા હતા. પૂર્વ જિ.પં. પ્રમુખ પાલભાઈ આંબલિયા, વિજય નંદાણીયા, સી.આર. જાડેજા, એભાભાઈ કરમુર, ધીરજલાલ ટાકોદરા, બહાદુરસિંહ વાઢેર, મોહિતભાઈ મોટાણી વિ. જોડાયા હતા. તથા ડી.વાય.એસ.પી., ડો. હાર્દિક પ્રજાપતિ, ડે. કલેકટર કે.કે. કરમટા પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial