Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.૫૫૨ કરોડની દરખાસ્તો મંજૂર

નગરમાં રૂ. ૩૬.૯૭ કરોડના ખર્ચે બનશે કલ્ચરલ કોમ્પ્લેક્ષ

જામનગર તા. ૧૦: જામનગર મહાનગર પાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે મળી હતી. જેમાં કુલ રૂ. ૫૫૨ કરોડ ૫૪ લાખ ના વિવિધ વિકાસ કામો ને મંજૂરી આપવામાં આવી હતી.

સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ આજ તા. ૧૦-૦૩-૨૦૨૫ ના   નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૧ સભ્યો  ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નરશ્રી (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

વોર્ડ નં. ૨, જલારામ નગર થી ગાંધીનગર સ્મશાન સુધી ની સ્ટ્રોમ વોટર આર.સી.સી. બોકસ કેનાલના કામે પી.એમ.સી. ની નિમણુંક કરવા કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત ને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.

સીવીલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૨ ) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોક-ભાગીદારીથી માળખા-કીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ માટે. રૂ. ૨૦ લાખ ,  સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૪) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસ યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂ. ૨૦ લાખ ,  સીવીલ વેસ્ટ ઝોન વોર્ડ નં. ૬ માં બળદેવનગર, સેનાનગર, વાયુનગર, મુરલીધર તથા તીરૂપતિ ૧ સોસાયટીઓની આંતરિક શેરીઓમાં સી.સી. રોડના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. ૩૬૬.૬૦ લાખ નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

સીવીલ ઈસ્ટ ઝોન વોર્ડ નં. ૧૧ માં સમસ્ત સતવારા જ્ઞાતી શૈક્ષણીક ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં પ્રાર્થના હોલના કામ અંગે સાંસદસભ્ય પૂનમબેન માડમ ની ૧૦૦ ટકા  ગ્રાંટ અંતર્ગત ખર્ચ રૂ. ૧૦ લાખ મંજુર કરાયો હતો.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલ રીંગ ફેન્સ્ડ એકાઉન્ટની ગ્રાન્ટ તથા અમૃત ૨.૦ યોજના હેઠળ જામનગર શહેરમાં રે. સર્વે નંબર ૨૮૭ (નવા) પૈકીમાં ૧૦ એમ.એલ.ડી. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓપન ટેકનોલોજી સાથે તથા સીવેજ પમ્પીંગ સ્ટેશન બનાવવાનું કામ ૫ (પાંચ) વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સમયગાળા સાથેના કામ અંગે કમિશનર  ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. ૨૨૭૬.૯૫ લાખ માન્ય રખાયું હતું આ કામ કબીર લહેર  તળાવ ની પાછળ, આર્શીવાદ રીસોર્ટ થી નાઘેડી ગામ તરફ જવાના રસ્તા પર, ખંભાળીયા રોડ થશે.

વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૯, ૧૦, ૧૧, ૧૨) હેઠળ સમાવેશ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત હોય તેવી ભુગર્ભ ગટર નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતીકરણ કરવાના કામ ના  વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ માટે  રૂ. ૬૦.૯૦ લાખ ,  વર્ષ ૨૦૨૫-૨૬ માટે વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૬, ૭, ૮) હેઠળ સમાવેશ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત હોય તેવી ભુગર્ભગટર નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતીકરણ કરવાના કામ  નો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ માટે રૂ. ૫૫.૫૩ લાખ ,  વર્ષ ૨૦૨૫-૨૬ માટે સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૫, ૧૬) હેઠળ સમાવેશ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત હોય તેવી ભુગર્ભ ગટર નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતીકરણ કરવાના કામનો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ રૂ. ૭૩.૬૧ લાખ, વર્ષ ૨૦૨૫-૨૬ માટે નોર્થ ઝોન (વોર્ડ નં. ૧, ૨, ૩, ૪, ૫) હેઠળ સમાવેશ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત હોય તેવી ભુગર્ભ ગટર નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતીકરણ કરવાના કામનો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અંગે રૂ. ૮૭.૩૩ લાખ નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે રોડ સ્વીપર મશીનના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ના ન કામ માટે  રૂ. ૪૪.૮૭ લાખ.નું ખર્ચ  મંજુર રાખવામાં આવ્યું હતું.

જામનગર મહાનગર-પાલિકાના ભાગ નં. ૧ થી ૮ માંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કામગીરી, ઓપન પોઇન્ટ ગાર્બેજ કલેક્શન, બીન્સ કલેક્શન કરી પોતાના બંધ બોડીના વાહનો દ્વારા નિકાલ કરવા ના કામ માટે રૂ. ૯૦૦ નું ખર્ચ માન્ય રખાયું હતું. મ.ન.પા. હસ્તક ના બેકહો લોડર નંગ - ૫ ના ૩ વર્ષ ના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ના કામ માટે રૂ.. ૨૫૦.૭૧ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.

કોમ્પ્રેહેન્સીવ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર મિડીયમ લાઈટ એન્ડ હેવી કોમર્શીયલ વ્હીકલ ફોર ૩ યર્સ એઝ પર ટેન્ડર ટર્મ્સ એન્ડ કન્ડીશન અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત રી ટેન્ડર કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા જી યુ ડી સી વિભાગ તરફ થી તમામ મહાનગર-પાલિકા વતી ૨૫૦ મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવાના પ્રોજેક્ટ અંગે સૈધ્ધાંતિક સ્વીકાર કરવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે  રૂ. ૨૦૩૦ લાખ અંગે સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક (સિકયોરીટી, કલીનીંગ, ગાર્ડનીંગ તથા કોમ્પ્યુટર ઓપરેટર સ્ટાફ) ના ત્રણ વર્ષ  ના  કામ અંગે રૂ. ૧૬૪.૨૩ લાખ, જામ રણજીતસિંહ પાર્ક (સિકયોરીટી, કલીનીંગ, ગાર્ડનીંગ એન્ડ કોમ્પ્યુટર ઓપરેટર સ્ટાફ)  ૩ વર્ષ ના. કામ અંગે રૂ. ૧૬૭.૦૩ લાખ,  લાખોટા કોઠા મ્યુઝીયમ (સિકયોરીટી, કલીનીંગ તથા કોમ્પ્યુટર ઓપરેટર સ્ટાફ) ત્રણ વર્ષ ના  કામ અંગે  રૂ. ૧૧૦.૯૨ લાખ નું ખર્ચ , અને ગાર્ડનીંગ સ્ટાફ ઓફ રણમલ લેઈક તથા ખંભાળીયા ગેઈટના ત્રણ વર્ષના કામ અંગે રૂ. ૫૬ લાખ મંજુર કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરમાં ટી.પી. સ્કીમ નં. - ૫ અંતિમ ખંડ નં. - ૧૮/બી વાળી જગ્યામાં મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્ષ (ઓડીટોરીયમ) બનાવવાના કામ અંગે  રૂ. ૩૬૯૭.૧૭ લાખ નું ખર્ચ મંજુર કરાયું  હતું.( સિંધુ જયોત કોમ્યુનીટી હોલ ની પાસે, રોડની ચોકડી પાસે ડાબા હાથ પર નો પ્લોટ, હાપા-રાજકોટ રોડ).

જેમાં મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્ષ (ઓડીટોરીયમ) જેમાં કલ્ચરલ શો, નાટક, નૃત્ય, સંગીત, એક્ઝીબીશન વિગેરે જેવા અનેક આયોજન થઇ શકે તે માટે જરૂરી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે ૧૨૦૦ ની સીટીંગ કેપેસીટી સાથે નું મલ્ટી લેવલ ઓડીટોરીયમ, પ્રોજેક્ટર રૂમ, એકોસ્ટિક વર્ક, લેડીસ એન્ડ જેન્ટ્સ ટોઇલેટ બ્લોક (૬ નંગ), ગ્રીન રૂમ, આર્ટ ગેલેરી, કાઠે ટેરીયા, એક્ઝીબીશન હોલ (૨ નંગ), ઇલેક્ટ્રિક રૂમ, વી.આઈ.પી. રૂમ, વેઈટીંગ લોન્જ, લીફટ (૮ નંગ), સ્ટેરકેસ (૪ નંગ), એડમીન ઓફીસ (૨ નંગ), રિસેપાન, પાર્કિંગ, લેન્ડ સ્કેપિંગ, એચવીએસી ફાયર ફાઈટિંગ સીસ્ટમ, પાર્ટી પ્લોટ લોન એરિયા, કિચન બ્લોક, ગ્રાઉન્ડ ફ્લોર પર હોલ, ફર્સ્ટ ફલોર પર ૮ તથા સેડન્ડ ફ્લોર પર ૮ રૂમ મળી કુલ ૧૯ રૂમ, એન્ટ્રી ગેઇટ, કમ્પાઉન્ડ વોલ, સિક્યોરીટી કેબીન વિગેરે સવલતો સાથેનું મલ્ટી પર્પસ કલ્ચરલ કોમ્પ્લેક્ષ ઓડીટોરીયમ નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સાત દરખાસ્તો અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી. જેમાં  કેબલ ટી.વી. મનોરંજન કર/વ્યવસાય વેરા ગ્રાંટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા નોર્થ ઝોન (વોર્ડ નં. ૨,૩,૪) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં (સી.સી. ચરેડા) ના કામે રૂ. ૧૦ લાખ, વિચાર ભારતી ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ વિશેષાંકમાં રૂ. ૧૩,૦૦૦  ની જાહેર ખબર આપવા,

જામનગર મહાનગર-પાલિકાની કાયમી વહીવટી / ટેકનીકલ જગ્યાઓમાં મહાનગર-પાલિકા માં કોન્ટ્રાક્ટબેઇઝ થી લાંબા સમયથી ફરજ બજાવતા કોન્ટ્રાક્ટબેઇઝો માટે ભરતીના ધોરણમાં ફેરફાર કરવા તેમજ કાયમી જગ્યા ઉપર સમાવેશ કરવા ના  ધોરણો મંજુર કરવામાં આવ્યા હતા.  આઉટ ગ્રોથ વિસ્તારના કામો સૂચવવા બાબતે રૂ. ૬૬.૯૧૭૬ કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરી અપાઈ હતી.

આંતરમાળખાકીય સુવિધાના કામો સૂચવવા બાબતે રૂ. ૩૧૭.૩૮૩૧૫ કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરી અને શહેરી સડક યોજના અંતર્ગતના કામો સૂચવવા બાબતે રૂ. ૬૨.૦૯૨૩ કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરી આપાવામાં આવી હતી.

કચ્છી ભાનુશાળી ઓધવરામ સત્સંગ મંડળ, મુંબઈ સંચાલિત મુ. રાતા તળાવ, તા. અબડાસા, જી. કચ્છ સ્થિત પાંજરાપોળમાં તબકકાવાર ૨૦૦૦ ઢોર ટ્રાન્સપોર્ટ કરવા માટે રૂ. ૨.૧૪ કરોડ. નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો..આમ આજ ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મા કુલ રૂ. ૫૫ર કરોડ ૫૪ લાખના ખર્ચની દરખાસ્તો ને મંજુરી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh