Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દંડવત, પાછલા પગે પદયાત્રા, આંખે પાટા બાંધીને પદયાત્રા કરતા શ્રદ્ધાળુઓનો સહિતના યાત્રિકોનો અવિરત પ્રવાહઃ
યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી-ફુલડોલ ઉત્સવ મનાવવા રાજ્યભરમાંથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફટાઈ રહ્યો હોય ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રીકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવારો અંગે તડામારી તૈયારીઓ ચાલી રહી છે. રીલાયન્સ રોડ, કિર્તી સ્તંભ પાસેથી દર્શનાર્થીઓને કતારબદ્ધ રીતે શ્રદ્ધાળુઓને ૫૬ સીડી વાટે સ્વર્ગ દ્વારેથી પ્રવેશ આપવામાં આવશે. જગતમંદિરમાં દર્શન બાદ મોક્ષ દ્વારેથી પરત નિકળવાનું રહેશે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જગતમંદિર પરિસર સહિત ઠેર-ઠેર બેરીકેટસ, મંડપ ઈત્યાદિ પણ ગોઠવાઈ રહ્યા છે. તા. ૧૪મી માર્ચે બપોરે ૧:૩૦ થી ૨:૩૦ સુધી જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવનાર છે. આગામી હોળી ધૂળેટીના દ્વારકા જતાં ફુલડોલ ઉત્સવ માટે પદયાત્રીઓનો ઘસારો રોજ વધતો જાય છે તથા કિલોમીટર સુધી પદયાત્રીની કતારો સાથે ડી.જે.ના તાલ સાથે જતાં યુવાનો તથા ઠેર-ઠેર કેમ્પોમાં ભજન કિર્તનમાં યાત્રિકો જોડાઈ રહ્યા છે. તથા એટલો યાત્રિકોનો ઘસારો છે કે ખંભાળિયાની દ્વારકા જતાં વાહન ચાલકોને ડબલ સમય લાગે છે તો વિશિષ્ટ યાત્રિકો પણ પદયાત્રામાં જોડાયા છે. જામનગર હાપાના અનીતાબેન આંખે પાટા બાંધીને પદયાત્રા કરવા નીકળી પડયા છે. એક સાધુ ફુલડોલમાં જોડાવા મધ્યપ્રદેશથી ૧૩૦૦ કિલોમીટર દંડવત યાત્રા કરતા દ્વારકા પહોંચી રહ્યા છે. એક યાત્રિકો પાછલા પગે (ઉંધા પગે) દ્વારકા ફુલડોલ કરવા જઈ રહ્યા છે. અનેક યાત્રાળુઓ માથે તેમના નાના બાળકો તથા મોટી ઉંમરના વૃદ્ધો પણ ફુલડોલના ઉત્સવમાં જોડાયા છે. ઠેર ઠેર સેવા કેમ્પોમાં પણ યાત્રિકોની ઉભરાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial