Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સૌપ્રથમ વખત આયોજન: ત્રિ-દિવસીય સ્ટાર્ટઅપ પીચ ઈવેન્ટ

જામનગર તા. ૧૦: ગુજરાતમાં ખાસ કરીને જામનગરમાં સૌપ્રથમવાર જામનગર ૨૦૩૦ ગ્રુપ સ્ટાર્ટઅપ આઈડિયા ઈવેન્ટ લાવ્યું છે, જે દરેક ઉંમરના લોકો માટે તેમના સર્જનાત્મક આઈડિયાને બિઝનેસમાં રૂપાંતરિત કરવાની અને તેના દ્વારા ઉદ્યોગ સાહસિક બનવાની સુવર્ણ તક છે.

ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ પાસે ખૂબ જ અનોખો વિચાર હોય છે. પરંતુ તે આઈડિયાને વ્યવસાયમાં રૂપાંતરિત કરવા માટે બીજ મૂડી શોધી રહૃાો હોય છે. ઉપરાંત ઘણાં લોકો તેમના વિચારના આધારે વ્યવસાય શરૂ કરે છે પરંતુ તેમને વ્યવસાયને વિસ્તૃત કરવા માટે સારી મૂડીની જરૂર હોય છે. બંને કિસ્સાઓમાં, વ્યક્તિ એક સ્તર પર અટકી જાય છે કારણ કે તેને મૂડીની જરૂર હોય છે. જામનગર ૨૦૩૦ આ સમસ્યાનું સમાધાન લાવ્યું છે. શાર્ક ટેન્કની જેમ તા. ૧૦, ૧૧ અને ૧૨ના જામનગરમાં હોટલ આરામમાં સાંજે ૭.૦૦ થી ૧૧:૦૦ દરમિયાન ઈન્વેસ્ટર પીચનું આયોજન કરવામાં આવ્યું છે.

આ માટે સૌપ્રથમ ઉમેદવારે જામનગર ૨૦૩૦ની વેબસાઈટ પર મુકાયેલ કયુઆર અથવા કોડને સ્કેન કરીને અને વિવિધ માધ્યમોથી કરવામાં આવતા પ્રચારમાં નોંધણી કરાવવાની રહેશે. કારણ કે માત્ર નોંધાયેલા ઉમેદવારીને જ ઇવેન્ટમાં પ્રવેશ મળશે. રજીસ્ટ્રેશન  પછી તેમને જામનગર ૨૦૩૦ ટીમ તરફથી કોલ આવશે અને જણાવવામાં આવશે કે તેઓ કયા દિવસે અને કથા સમયે ઇવેન્ટમાં ભાગ લેવા આવવાના છે.

આ પછી, જેમના આઈડિયા ખરેખર અનોખા અને મજબુત હશે તેમને પસંદ કરવામાં આવશે અને ૧૧ અને ૨૨મીએ યોજાનાર અંતિમ રાઉન્ડમાં બોલાવવામાં આવશે. જેમાં પસંદગી પામેલ ઉમેદવારને ઝળહળતી ટ્રોફી અને આઇફોન જીતવાની સાથે ફંડીંગ અને મેન્ટરશિપ પણ મળશે. આ સમગ્ર પ્રક્રિયા બિલકુલ ફ્રી છે. આ સાથે ઉમેદવારોને ઇવેન્ટ દરમિયાન મફત અનલિમિટેડ ચા અન્ને ગાંઠિયાનો આનંદ માણવાની તક મળશે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૭૬૦૦૪૦૫૦૫૫ પર સંપર્ક કરવો. જે લોકો એમાં ભાગ લેવા માગે છે પરંતુ થોડા મોડા થઈ ગયા છે તે લોકો તા.૧૦ અને ૧૧ના સાંજે ૭ થી ૧૦ દરમિયાન આરામ હોટેલ ઇવેન્ટ સ્થળ પર આવીને તાત્કાલિક પણ ભાગ લઇ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh