Advertisement
Author: નોબત સમાચાર

ભારતનો બે વન-ડે વર્લ્ડ કપ, બે ટી-૨૦ વર્લ્ડ કપ અને ૩ ચેમ્પિયન્સ ટ્રોફી પર કબ્જો

ક્રિકેટમાં પણ ચક દે... ચક દે ઈન્ડિયા...

નવી દિલ્હી તા. ૧૦: ઈન્ટરનેશનલ ક્રિકેટ ક્ષેત્રે પણ ટીમ ઈન્ડિયાનો દબદબો છે. ભારતે ૨ વર્લ્ડ કપ, ૨ ટી-ટી વર્લ્ડ કપ અને ૩ ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો જમાવ્યો છે.

ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ જીતી લીધી છે. આ જીત સાથે ભારતીય ટીમે તેનું સાતમું આઈસીસી ટાઈટલ જીત્યું અને આઠ ટીમોની આ ટુર્નામેન્ટમાં ત્રીજી વિજય નોંધાવી. ભારત લાંબા સમયથી વિશ્વ ક્રિકેટમાં પ્રબળ ટીમોમાંની એક રહી છે અને સતત નોકઆઉટ તબકકામાં પહોંચ્યું છે. ભારતીય ટીમ ૨૦૦૩ અને ૨૦૨૩ ઓડીઆઈ વર્લ્ડ કપ, ૨૦૧૭ ચેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૧૯-૨૧ અને ૨૦૨૧-૨૩ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી હતી.

આઈસીસી ટાઈટલની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમ રહી છે, જેણે છ વખત ઓડીઆઈ વર્લ્ડ કપ (૧૯૮૭, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૭, ૨૦૧૫, ૨૦૨૩), એક વખત ટી-૨૦ વર્લ્ડ કપ (૨૦૨૧), બે વખત ચેમ્પિયન્સ ટ્રોફીની સંખ્યા ૧૦ થઈ ગઈ છે.

વર્ષ ૧૯૮૩ના વનડે વર્લ્ડ કપમાં કપિલ દેવે ભારતને પહેલીવાર આઈસીસી ટુર્નામેન્ટ જીતાડી હતી. અને વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ક્રિકેટ ઈતિહાસમાં એક નવો અધ્યાય લખવાનું નેતૃત્વ કર્યું હતું. વર્ષ ૨૦૨૨ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે શાનદાર પ્રદર્શન કર્યુ, પરંતુ સતત વરસાદને કારણે ફાઈનલ શ્રીલંકા સાથે શેર કરવી પડી અને ટ્રોફી બંને ટીમોએ શેર કરવી પડી હતી.

તે પછી વર્ષ ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધોનીની યુવા કેપ્ટનશીપ હેઠળ, ભારતે પહેલો ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો અને રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. વર્ષ ૨૦૧૧નો વનડે વર્લ્ડ કપઃ ધોનીના નેતૃત્વમાં, ભારતે શ્રીલંકાને હરાવીને ૨૮ વર્ષ પછી પોતાનો બીજો વનડે વર્લ્ડ કપ જીત્યો. આ જીતથી ટીમનું સચિન તેંડુલકર પ્રત્યેનું સમર્પણ દેખાય છે.

તે પછી વર્ષ ૨૦૧૩માં ધોનીના નેતૃત્વમાં ભારતે ઈંગ્લેન્ડને પાંચ રને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી ને વર્ષ ૨૦૨૪ વિરાટ કોહલી અને રોહિત શર્માના ટી-૨૦ કારકિર્દીના અંતિમ તબકકામાં, ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને પોતાનો બીજો ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો.

વર્ષ ૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફીઃ આ સીલસીલો જાળવી રાખીને હવે ભારતે. ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને સાતમું આઈસીસી ટાઈટલ જીત્યું, જેનાથી વિશ્વ ક્રિકેટમાં તેમનું વર્ચસ્વ વધુ મજબુત બન્યું છે.

ફાયનલ મેચની વાત કરીએ તો, મિશેલ સેન્ટનરે ફાઈનલમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ડેરિલ મિશેલ અને બ્રેસવેલની અડધી સદીની ઈનિંગ્સને કારણે, ૫૦ ઓવરમાં ૨૫૧ રનનો સ્કોર બોર્ડ પર મુકવામાં આવ્યો. ભારતે ૪૯ ઓવરમાં ૨૫૪ રન બનાવીને મેચ જીતી લીધી હતી. રોહિત શર્માએ ૭૬ રનની ઈનિંગ રમી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh