Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦: જામનગર જિલ્લાની આર. ટી. ઓ કચેરી માં મોટર નું લાયસન્સ લેવા માટે માત્ર ૧૪૦ લાયસન્સ નો જ સ્લોટ છે જે ઘણો ઓછો પડે છે અને પ્રજા ને રિબાવી /દુઃખી કરી જાણે મજા આવતી હોય તેમ આ ૧૪૦ નો સ્લોટ ફક્ત સવારે ૮ વાગ્યે જ ખુલે છે અને ૮. ૦૫ મિનિટ માં બંધ પણ થઇ જાય છે એટલે કે ફક્ત ૫ મિનિટ જ સ્લોટ ખુલે છે
જેમ વીજળીના જબકારે મોતી પોરાવવાનું હોય તેવો તાલ આજ ઘણા મહિના થી થાય છે અને જિલ્લા ની પ્રજા પરેશાન થાય છે જે જોઈ અધિકારીઓ મશ્કરી કરતા હોય તેવો ઘાટ છે ફક્ત ૫ મિનિટ માં ઘણી વખત તો ઓટીપી પણ નથી આવતા આવા સંજોગોમાં અરજદારે ફરી બીજા દિવસે સવારે મહેનત કરવાની આવે છે ઓનલાઇન નો મતલબ ૨૪ કલાક ઓપન હોવું જોઈએ જેથી અરજદાર ગમે ત્યારે એપોઈમેન્ટ લઇ શકે પરંતુ માત્ર જામનગર માંજ સવારે ૮ વાગ્યે સ્લોટ ખુલે છે તે પણ માત્ર ૫ મિનિટ બીજા જિલ્લા માં ગમે ત્યારે એપોઈમેન્ટ લઇ શકાય છે તો આ નિયમ માત્ર જામનગર માટે જ શા માટે?
૧૪૦ નો સ્લોટ વધારે કરવામાં આવે તેવી ઘણી રજુઆત થયેલ છે પરંતુ આર. ટી. ઓ. અધિકારી એવો જવાબ આપે છે કે આ સ્લોટ ગાંધીનગરે થી સેટ થયો છે અને સમય પણ ત્યાંથી જ સેટ થયો છે આખા દિવસ માં માત્ર ૫ મિનિટ સ્લોટ ખુલે છે તેથી એપોઈન્ટમેન્ટ મળવામાં મુશ્કેલી થાય. જિલ્લાના રાજકીય આગેવાનો આ અંગે ગાંધીનગરમાં યોગ્ય રજુઆત કરી જિલ્લાની પ્રજાને પડતી તકલીફનો અંત લાવવો જોઈએ. તેવી માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial