Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાવિકોએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાણું બાંધ્યું:
દ્વારકા તા. ૧૦: દ્વારકા યાત્રાધામમાં ફૂલડોલ ઉત્સવ પૂર્વે હજારો પદયાત્રીઓ તથા દર્શનાર્થીઓ આવી રહ્યા હોય, આજે ફાગણ સુદ એકાદશી (કુંજ એકાદશી) એ ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો ઉમટ્યા હતાં.
એકાદશીના પાવન અવસરે હજારો ભાવિકોએ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાવનકારી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. વહેલી સવારથી જ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વારથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતાં. ગોમતી સ્નાન પછી ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા અનુસાર વહેલી સવારથી જ હજારો ભાવિકો મંગલા દર્શને ઉમટ્યા હતાં. સવારે શ્રૃંગાર આરતીએ ઠાકોરજીને શ્વેત વાઘા અને દિવ્ય અલંકાર સાથેના વિશિષ્ટ શ્રૃંગાર વારાદાર પૂજારી પરિવાર દ્વારા કરાયા હતાં જે દિવ્ય દર્શનનો લાભ હજારો ભાવિકોને પ્રાપ્ત થયો હતો. જગતમંદિરમાં આજે અબીલ ગુલાલ સાથે ગુલાબની પંખુડીઓથી પણ હોળી ખેલવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial