Advertisement
Author: નોબત સમાચાર

ફૂલડોલ ઉત્સવમાં પદયાત્રીઓના પ્રવાહ સાથે દર્શનાર્થીઓની દ્વારકામાં ભીડ

તંત્રો, દેવસ્થાન સમિતિ, સેવા સંસ્થાઓ અને નગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ

દ્વારકામાં અત્યારથી જ ફૂલડોલ ઉત્સવના માહોલ સાથે સવારે મંગલા આરતીથી બપોરે અનોસર તેમજ સાંજે ઉત્થાપનથી શયન સુધી ભાવિકોની સવિશેષ ભીડ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા ભીડને કન્ટ્રોલ કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે રાજયભરમાંથી લાખો ભાવિકો પગપાળા તેમજ વાહનો દ્વારા આવી રહ્યા છે.

જેમાં હાલારના જામનગર, ખંભાળિયા ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર મોરબી, અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, વિરમગામ સહિતના જિલ્લાઓમાંથી પણ પદયાત્રીઓ મોટી સંખ્યામાં ફૂલડોલ ઉત્સવ મનાવવા નીકળી પડયા છે. પદયાત્રીઓમાં ભરવાડ તથા રબારી સમાજના ભાવિકોની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે.

દ્વારકા જિલ્લા વહીવટીતંત્રે પણ વિવિધ સ્તરે યાત્રાળુઓની સુખાકારી, સલામતી તથા સુરક્ષા અંગે તડામાર તૈયારીઓ કરી છે. જેમાં પોલીસ વિભાગ, કલેકટર કચેરી, નગરપાલિકા, દેવસ્થાન સમિતિ તેમજ સ્વયંસેવી સંસ્થાઓ પણ વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થઈ રહી છે. શહેરમાં ટ્રાફિક અનુસંધાને પણ એકમાર્ગીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને શહેર તેમજ આસપાસના પદયાત્રીઓ માટે માર્ગમાં ભોજન, નાસ્તા, આરામના સ્ટોલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh