Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણેય દરોડા સમયે મહિલા આરોપી મળી ન આવ્યાઃ
જામનગર તા.૧૦ : જામનગરમાં દિગ્જામ વુલન મીલ વિસ્તારમાં કેટલીક મહિલાઓ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી હોવાની માહિતીના આધારે પોલીસે અલગ અલગ ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા અને તૈયાર દેશી દારૂ તથા દારૂ બનાવવાના સાધનો વગેરે કબજે કર્યા હતા. જ્યારે ત્રણ મહિલા આરોપી સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
જામનગરના દિગ્જામ માર્ગે રેલવે ફાટક નજીક બાવરીવાસ સ્થિત રહેતા અમરાબેન ગોપાલભાઈ બાવરી દ્વારા પોતાના ઝૂંપડામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવાતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ સમયે રૂ.૮૦૦ની કિંમતનો ચાર લીટર દેશી દારૂ, રૂ.૧ હજારની કિંમતનો ૪૦ લીટર દારૂ બનાવવાનો આથો તથા રૂ.૨૦૦ની કિંમતના સાધનો મળી રૂ.ર હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યાે હતો. જ્યારે આરોપી મહિલા હાજર મળી આવ્યા ન હતા.
આ ઉપરાંત આ વિસ્તારમાં જ જાનકીબેન સરજુભાઈ વઢીયારના ઝૂંપડામાં પણ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યારે રૂ.૪૦૦ની કિંમતનો બે લીટર દેશી તૈયાર દારૂ તથા રૂ.૧૨૫૦ની કિંમતનો ૫૦ લીટર દારૂ બનાવવાનો આથો અને રૂ.૨૦૦ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૧૮૫૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યાે હતો. આ દરોડા સમયે પણ મહિલા આરોપી હાજર મળી આવ્યા ન હતા.
જ્યારે ત્રીજો દરોડો પણ આ જ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો અને લક્ષ્મીબેન સરજુભાઈ વઢીયારના ઝૂપડામાં રૂ.૧ હજારની કિંમતનો પાંચ લીટર દેશી દારૂ, રૂ.૧ હજારની કિંમતનો ૪૦ લીટર દારૂ બનાવવાનો આથો તથા રૂ.ર૦૦ની કિંમતા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૨૨૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. જ્યારે આ દરોડા સમયે લક્ષ્મીબેન પણ હાજર મળી આવ્યા ન હતા. પોલીસે આ બનાવ અંગે ત્રણ અલગ અલગ ગુન્હા નોંધ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial