Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાએ ભારત પર ર૬ વર્ષથી લગાવેલો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેતા પાક.ને ઝટકો

ગયા મહિને પાકિસ્તાનની પરમાણું કંપનીઓ પર પ્રતિબંધો લાધ્યા પછી

વોશિંગટન/નવી દિલ્હી તા. ૭: અમેરિકાએ પરમાણું ડીલ મુદ્દે ભારત પર લગાવેલો ર૬ વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. ગયા મહિને પાકિસ્તાનની કેટલીક પરમાણું કંપનીઓ પર પ્રતિબંધ પછી અમેરિકાના આ નિર્ણયથી પાક.ને ઝટકો લાગ્યો છે.

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા અમેરિકાએ બંને દેશો વચ્ચે પરમાણુ ડીલ મુદ્દે લાગુ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા ભારતીય પરમાણુ કંપનીઓ અને અમેરિકન કંપનીઓ વચ્ચે જોડાણ સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રતિબંધો દૂર કરશે.

બીજી તરફ ગત મહિને અમેરિકાએ પાકિસ્તાનની અનેક પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતાં. જે પાકિસ્તાન માટે આઘાતજનક નિર્ણય છે. અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાગઝર જેક સુલિવાને આ અંગે માહિતી આપી હતી. જો બાઇડેન એડમિનિસ્ટ્રેશનના ટોચના અધિકારીઓએ આઇઆઇટી-દિલ્હી ખાતે ભારતના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કરી આ મુદ્દે ચર્ચા કરી હતી.

તેઓએ ભૂતકાળમાં ૨૬ વર્ષ પહેલાં મૂકાયેલા પ્રતિબંધો દૂર કરી અમેરિકા સાથે ભારતના પારદર્શક વેપાર સંબંધો સ્થાપિત કરવાનો નિર્ણય રજૂ કર્યો હતો. મે, ૧૯૯૮ માં ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. જેનાથી નારાજ અમેરિકાએ ભારતની અનેક પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. જેમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનું ડિપાર્ટમેન્ટ ઑફ એટોમિક એનર્જી, ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ, ઇન્ડિયન રેર અર્થ્સ, પરમાણુ રિએક્ટર્સ સામેલ હતી. હવે આ પ્રતિબંધો દૂર થતાં ભારત અને અમેરિકાની કંપનીઓ સાથે મળી કામ કરશે.

સુલિવાને જણાવ્યું હતું કે, 'સેમીકંડક્ટર ટેક્નિક પર ભારત પ્રથમ એવો દેશ છે, જેની સાથે અમેરિકા કામ કરશે.' 'દેશના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ વચ્ચેની બેઠકમાં ભારત અને અમેરિકા સિવિલ પરમાણુ કોર્પોરેશન માટે મહત્ત્વાકાંક્ષી યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બાદમાં ૨૦૦૮માં ભારત-યુએસ સિવિલ પરમાણુ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ રેગ્યુલેટરી પડકારોને કારણે યુએસ ન્યુક્લિઅર રિએક્ટર્સના સપ્લાય માટેની યોજના સાકાર થઈ શકી નહીં. તેમના આ અવાસ્તવિક વિઝનને સાકાર કરતાં આજે અમે જાહેરાત કરીએ છીએ કે, અમેરિકા હવે લાંબા સમયથી ચાલતાં પ્રતિબંધો દૂર કરી બંને દેશોની કંપનીઓ વચ્ચે સિવિલ પરમાણુ જોડાણ કરશે.'

અમેરિકાએ ગતમહિને પાકિસ્તાનની પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો મૂક્યા હતા. જેની પાછળનું કારણ જણાવ્યું હતું કે, પાકિસ્તાન એવી મિસાઈલ તૈયાર કરી રહૃાું છે કે, જે સીધી અમેરિકા સુધી ટાર્ગેટ કરવા સક્ષમ છે. જો કે, પાકિસ્તાને અમેરિકાના આ દાવાને પાયાવિહોણા ગણાવી ખોટી રીતે કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું નિવેદન આપ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh