Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટા આંબલામાંથી પાંચ પત્તાપ્રેમીની ધરપકડઃ
જામનગર તા.૭ : જામનગરના ભાનુશાળીવાડમાંથી ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ મહિલા રૂ.૧૦,૨૫૦ રોકડા સાથે ઝડપાઈ ગયા છે. દરેડમાંથી ત્રણ પત્તાપ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. ખંભાળિયાના મોટા આંબલા ગામમાંથી પણ પાંચ શખ્સ ગંજીપાના વડે જુગાર રમતા ઝડપાયા છે.
જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા ભાનુશાળી વાડમાં શેરી નં.૭માં ગઈકાલે કેટલાક મહિલા ગંજીપાનાથી જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી દરોડો પાડ્યો હતો. ત્યાં તીનપત્તી રમતા ગીતાબેન કાંતિભાઈ જોઈસર, કુસુમબેન દિનેશભાઈ ધારવીયા સહિતના ત્રણ મહિલા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૦૨૫૦ રોકડા કબજે કર્યા છે.
જામનગર-લાલપુર રોડ પર આવેલા દરેડ ગામમાં ૭૨ ખોલી પાસે ગઈકાલે બપોરે ગંજીપાના કૂટતા શુભમ પરશુરામ પટેલ, નેહરૂ ચંદીયાભાઈ ગુંડીયા, કિશન ઓટાજી ગુજ્જર નામના ત્રણ શખ્સ પંચકોશી-બી ડિવિઝન પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ.૨૪૦૦ કબજે કરાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીકના મોટા આંબલા ગામમાં એક દરગાહ પાસે જુગાર રમાતો હોવાની બાતમી પરથી વાડીનાર પોલીસ સ્ટેશનના સ્ટાફે પીએસઆઈ એમ.ડી. મકવાણાની રાહબરી હેઠળ દરોડો પાડ્યો હતો.
તે સ્થળે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના કૂટી રહેલા હુસેન ઈસ્માઈલ રાવકરડા, એજાઝ ઈસબભાઈ સંઘાર, સમીર યુસુબભાઈ સંઘાર, જયેશ બાબુલાલ મકવાણા તથા આમદ આલીભાઈ સંઘાર નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૩૬૯૦ રોકડા, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.૨૪૧૯૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial