Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂ. નારાયણદાસ સાહેબના ૪પ મા જન્મોત્સવ પ્રસંગે
જામનગર તા. ૭: સાવરકુંડલામાં પૂજય નારાયણદાસ સાહેબના ૪પ મા જન્મોત્સવ નિમિત્તે અમરેલી ગદ્ય સાહિત્ય સભા દ્વારા ઉજવળી પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ જામનગરના સામાજિક કાર્યકર ગીતા જોષીને 'ઉજળી પ્રતિભા' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સાથે-સાથે લેખક શ્રી સુધીર મહેતાની કલમે લખાયેલ ઉજળી પ્રતિભાઓ પુસ્તકમાં ગીતા જોષીના જીવન કવનને સ્થાન આપી આ પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, ગીતા જોષીએ પોતાની કારકિર્દીમાં અનેક જરૂરિયાતમંદ લોકોને નિસ્વાર્થ ભાવે મદદ કરી સમાજ સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે. ગીતા જોષીએ બાળ ભિક્ષાવૃતિ, બાળ લગ્ન, અનાથ બાળકો, જેને માત્ર એક જ વાલી છે, તેવા બાળકો તેમજ મહિલા લક્ષી વિવિધ યોજનાઓ અને મહિલા સુરક્ષાના ક્ષેત્રમાં વિવિધ કાર્ય કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૃં પાડ્યું છે.
પોતાનો પ્રતિભાવ આપતા ગીતા જોષી જણાવે છે કે, દરેક વ્યક્તિ સમાજમાં રહીને કંઈકને કંઈક મેળવે છે અને શીખે છે ત્યારે દરેક વ્યક્તિનું ઉત્તરદાયિત્વ બને છે કે, એ પણ પોતાના જીવનકાળ દરમિયાન સમાજને કોઈને કોઈ રીતે ઉપયોગી થાય અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ તેમને હુંફ અને સધિયારો આપી આ સંસારને સુંદર અને હકારાત્મક બનાવવામાં નિમિત્તરૂપ બને.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial