Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધરતીકંપ થતાં સેંકડો ઈમારતો કાટમાળમાં ફેરવાઈઃ કેન્દ્ર બિંદુ તિબેટના શિજાંગમાં નોંધાયું: નેપાળ, બિહાર, પ.બંગાળ, આસામમાં અનુભવાયા આંચકાઃ મૃતાંક વધી શકે
નવી દિલ્હી તા. ૭: ચીનના તિબેટ પ્રાન્તમાં ૭.૧ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવતા પ્રાથમિક અહેવાલો મુજબ પ૩ના મોત થયા છે અને ૬ર ઘાલ થયા છે, આ આંકડાઓ વધી શકે છે. આ ભૂકંપના કારણે સેંકડો ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે અને ભયંકર તારાજી સર્જાવા પામી છે.
ચીનના તિબેટ પ્રાન્તમાં આજે સવારે આવેલા ભયંકર ભૂકંપમાં પ્રાથમિક અહેવલો પ્રમાણે પ૩ના મૃત્યુ થયા છે અને ૬ર લોકો ઘાયલ થયા છે આ પ્રાથમિક આંકડો છે, જે ઘણો વધી શકે છે.
ચીનના અધિકૃત સરકારી એજન્સી શિન્હુઆના જણાવ્યા મુજબ ભારતીય સમય મુજબ આજે સવારે ૯.૦પ વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તિબેટના શિજાંગમાં ૧૦ કિ.મી.ની ઉંડાઈએ આ ભૂકંપની અસર નેપાળ અને ભારતના પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરાખંડ, આસામ સહિત ઘણા રાજ્યોમાં થઈ હતી. અને ભૂકંપ જોરદાર આંચકા અનુભવાયા હતાં.
ભારતીય નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિકટર સ્કેલ પર તીવ્રતા ૭.૧ ની હતી. તિબેટમાં ઉત્પન્ન થયેલ આ ધરતીકંપ ના કારણે સેંકડો ઇમારતો જમીન દોસ્ત થઈ ગઇ છે અને કાટમાળમાં ફેરવાઈ ગઇ છે.
ચીનના સત્તાવાર પ્રસારણ દ્વારા જાહેર કરાયેલ વીડિયો માં ખંડેરમાં ફેરવાઈ ગયેલ મકાનો દીવાલો અને કાટમાળના ઢગલા જોવા મળી આવ્યા છે. ચીનના અર્થ ક્વેક સેન્ટરના જણાવ્યા મુજબ સવારે ૯.૦૫ (૦૧૦૫ જીએમટી વાગ્યે) નેપાળની સરહદ નજીક ડિંગરી કાઉન્ટી પ્રાંતમાં પણ ૬.૮ ની તીવ્રતા નો ભૂકંપ અનુભવાયો હતો. મિડીયા રીપોર્ટ મુજબ આ આંચકાની અસર સીમાડા તોડીને ૪૦૦ કિલોમીટર ના ઘેરાવામાં અનુભવાઈ હતી. અને નેપાળની રાજધાની કાઠમાંડુ પણ હચમચી ઉઠી હતી. ભારતના ઘણાં રાજ્યોમાં તીવ્ર આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અને લોકો દોડી દોડીને ઘરની બહાર નીકળી ગયા હતા.
આ પહેલા ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રાત્રે ૧૧ ૩૯ વાગ્યે ચીન કિર્ગિસ્તાન બોડર પર ૭.૨ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. અને તેનું કેન્દ્ર બિંદુ જમીનથી ૨૨ કિલોમીટર નીચે હતું. ભૂકંપ પછી ૪૦ આફ્ટર શોક પણ આવ્યા હતાં. આ ભૂકંપની સૌથી વધુ અસર ઉરૂમકી, કોર્લા, કારાગર, ચિનીંગમાં જોવા મળી હતી.
એ પહેલાં વર્ષ-ર૦૧પમાં ભૂકંપના કારણે કાઠમડું શહેર ૧૦ ફૂટ સુધી સરકી ગયું હતું, અને લગભગ ૯ હજાર લોકો માર્યા ગયા હતાં એ ભૂકંપે નેપાળની ભૂગોળ બદલી નાંખી હતી, જો કે, તે કારણે એવરેસ્ટની ભૂગોળને કોઈ અસર થઈ ન હોતી, તેમ નિષ્ણાંતો જણાવે છે.
ભૂગોળના નિષ્ણાંતો કહે છે કે, અરવલ્લી પર્વતમાળામાં એક તીરાડ સક્રિય થઈ છે, અને ભૂકંપ આવતા રહેશે. ચીનના ઈતિહાસનો સૌથી ભયાનક ભૂકંપ વર્ષ ૧૯પ૬માં આવ્યો હતો, જેમાં ૮.૩૦ લાખ લોકોના જીવ ગયા હતાં, જો કે વર્ષ-૧૯૬૦માં સૌથી વધુ ૯.૫ની તીવ્રતાનો ભૂકંપ ચિલીમાં નોંધાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial