Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તરાયણમાં અમિત શાહ અમદાવાદમાં ચગાવશે પતંગઃ ત્રણ દિવસ ગુજરાતમાં મૂકામ

તા. ૧૪ થી ૧૬ જાન્યુ. દરમિયાન કેટલાક પતંગોત્સવમાં હાજરી આપશેઃ

અમદાવાદ તા. ૭: ઉત્તરાયણ પર્વે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતમાં તેમના ત્રણ દિવસના રોકાણ દરમિયાન કેટલાક પતંગોત્સવમાં પણ ભાગ લેશે, તેમ જાણવા મળે છે.

કેન્દ્રિય ગૃહ અને સરકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે. ૧૪, ૧પ, ૧૬ જાન્યુઆરી એમ ૩ દિવસ અમિત શાહ ગુજરાતમાં રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવશે.

ગાંધીનગર સંસદીય વિસ્તારમાં ર-૩ જગ્યાએ અમિત શાહ પતંગોત્સવમાં હાજરી આપશે. ભાજપ સંગઠન નવચના વચ્ચે અમિત શાહનો ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણાઈ રહ્યો છે. દરમિયાન ભાજપ સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો પણ સંભવ માનવમાં આવી રહી છે. સાથે જ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની પસંદગી વિશે પણ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના જણાવાઈ રહી છે.

ભાજપ દ્વારા અલગ અલગ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેના અનુસંધાને કેન્દ્રિય ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી બનાવ્યા છે. અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈનેપતંગ ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. આ વખતે તેઓ ૩ દિવસ ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મકરસંક્રાંતિની ઉજવણી કરી શકે છે. મકરસંક્રાંતિના દિવસે તેઓ પરિવાર સાથે અને ત્યારપછી તેઓ સંસદીય વિસ્તારની મુલાકાતે જતા હોય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh