Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય ચૂંટણી પંચે તારીખો જાહેર કરીઃ દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન, 8મીએ પરિણામ

દિલ્હીમાં ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગૂઃ પ્રચાર ઝુંબેશ તેજ

નવી દિલ્હી તા. ૭: ભારતીય ચૂંટણી પંચે આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા જ દિલ્હીમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને રાજકીય પક્ષોમાં હલચલ અને હિલચાલ વધી ગઈ છે. જેને ટિકિટો મળી ચૂકી છે, તેઓએ પ્રચાર વેગીલો બનાવી દીધો છે, અને કોન બનેગા મુખ્યમંત્રીની ચર્ચા શરૂ થઈ છે.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે દિલ્હી વિધાન સભાની ચૂંટણીઓની જાહેરાત કરતા જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે અને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીનો ત્રિપાંખીયો જંગ છે, આમ આદમી પાર્ટી પોતાની સત્તા જાળવી રાખવા અને ભાજપ તથા કોંગ્રેસ સત્તા મેળવવા આ ચૂંટણીજંગ લડી રહ્યા છે. આ વખતે રસાકસીભર્યો ચૂંટણી જંગ જામશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ચૂંટણી પંચે આજે કુલ મતદારોની સંખ્યા, મતદાન કેન્દ્રો, સંવેદનશીલ બૂથ, મતદાન પ્રક્રિયા, મતદારો માટેની વ્યવસ્થાઓ સાથે તારીખવાર શેડ્યુઅલ જાહેર કર્યું છે અને ઉમેદવારી પત્રો ભરવાની તારીખ, ચકાસણી, ઉમેદવારી પત્રો ૫ાછી ખેંચવાની તારીખ, મતદાની તારીખ તથા મતગણતરીની તારીખો જાહેર થયા પછી હવે દિલ્હીની પ્રતિષ્ઠાભરી ચૂંટણી પર આખા દેશની નજરો મંડાયેલી રહેવાની છે, તે નક્કી છે.

આ વખતે મુખ્ય ચૂંટણી જંગ ભાજ, આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રહેવાનો છે પરંતુ તેમાં બસપાએ પણ ઉમેદવારો જાહેર કર્યા પછી હવે ધીમે-ધીમે ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યુ છે અને આ જંગમાં કેજરીવાલની રાજકીય કારકિર્દી દાવ પર લાગી હોવાથી પ્રતિષ્ઠાનો જંગ બની રહેવાનો છે.

આજે બપોરે તારીખોની જાહેરાતો થતાં જ ચૂંટણી તંત્ર દોડતું થયું હતું અને આદર્શ આચાર સંહિતાના ચૂસ્ત અમલીકરણ માટેની તમામ વ્યવસ્થાઓ અમલમાં મુકાઈ ગઈ હતી. બીજી તરફ રાજકીય પક્ષોના કાર્યાલયો પર પણ ધમધમાટ જોવા મળ્યો હતો અને પ્રચાર ઝુંબેશ વધુ વેગીલી બની ગઈ હતી.

વર્ષ-ર૦૧પની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અન્ના આંદોલનમાંથી નીકળેલા કેજરીવાલે સ્થાપેલી આમ આદમી પાર્ટીને ૭૦ માંથી ૬૭ બેઠકો સાથે વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર જીત મળી હતી અને તે પછી વર્ષ-ર૦ર૦માં પણ કેજરીવાલે ૭૦ માંથી ૬ર બેઠકો મેળવી હતી.

ચૂંટણી કમિશનની આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી કમિશ્નરો, ડેપ્યુટી ચૂંટણી કમિશ્નરો તથા સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્ય ચૂંટણી કમિશ્નરે સૌને નવા વર્ષના અભિનંદન આપીને મતદારોને મતદાન અવસ્ય કરવા અનુરોધ કર્યાે હતો.

મુખ્ય ચૂટણી કમિશ્નરે ચોખવટ કરી હતી કે મતદાર યાદીઓમાં કોઈ ગરબડ થઈ નથી અને આ પ્રકારના આક્ષેપો બેબુનિયાદ છે અને ઈવીએમને લઈને કરાતા આક્ષેપોમાં પણ કોઈ દમ નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh