Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ ભાઈઓએ બહેનનો હક્ક ડૂબાડવા આચર્યું કૃત્યઃ
જામનગર તા.૭ : જામનગરના એક વૃદ્ધાએ ખંભાળિયાના સોડસલામાં આવેલી તેમના પિતાની જમીનમાંથી હક્ક જતો કરતા હોવાની અરજી પોતાના નામે કરી નાખવા અંગે ત્રણ ભાઈ તથા ત્રણ ભત્રીજા સહિત સાત સામે પોલીસમાં રાવ કરી છે.
જામનગર શહેરના રામેશ્વર નગર પાછળ આવેલા દ્વારકેશ પાર્કમાં રહેતા જયોત્સનાબેન રમેશભાઈ પુંજાણી નામના વૃદ્ધાએ ખંભાળિયા તાલુકાના સોડસલા ગામમાં વસવાટ કરતા પોતાના ભાઈ કિશોરચંદ્ર રેવાશંકર ભટ્ટ તેમજ અશોક રેવાશંકર, હિતેશ લીલાધર ભટ્ટ તથા વિમલ લીલાધર, સંજય લીલાધર ભટ્ટ અને સોડસલા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ લીલાધરભાઈ રેવાશંકર ભટ્ટ સામે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ તેમના પિતા રેવાશંકર ભટ્ટની જમીન સોડસલા ગામમાં આવેલી છે. વર્ષ ૧૯૯૧માં રેવાશંકર ભટ્ટનું અવસાન થતાં લીલાધર રેવાશંકર, કિશોરભાઈ, અશોકભાઈ, જયોત્સનાબેન, અરૂણાબેન, નિર્મલાબેન તે જમીનના વારસ થયા હતા.
તેમ છતાં લીલાધર, અશોક તથા કિશોરભાઈએ વારસાઈ માટે કરેલી અરજીમાં જયોત્સનાબેનની મંજૂરી વગર, જાણ બહાર ખોટી સહી કરી હક્ક ઉઠાવવાની અરજી તથા કબૂલાતનામુ રજૂ કરી તેણીનો વારસાઈ હક્ક ડૂબાડી દીધો હતો. તેની અપીલ પ્રાંત અધિકારી સમક્ષ કરાતા લીલાધરભાઈના પુત્ર હિતેશ, વિમલ, સંજયે સોડસલા પ્રાથમિક શાળાના આચાર્ય પાસેથી જન્મ તારીખનું ખોટું પ્રમાણપત્ર મેળવી તેને રજૂ કરી વારસાઈ એન્ટ્રી પાડી આપવા અંગે વિનંતી કરતી અરજી આપી દીધી હતી. તે પછી કિશોર ભટ્ટે જયોત્સનાબેનનું જન્મનું પ્રમાણપત્ર કઢાવી રજૂ કર્યું હતું. પોલીસે આ ફરિયાદ પરથી બીએનએસની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial