Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ધુતાર૫ુરમાં રૂ. ૩.૮૮ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણઃ સુવિધા વધી

કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે કર્યુ લોકાર્પણ

ખંભાળિયા તા. ૭: કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે રૂ. ૩ કરોડ ૮૮ લાખના ખર્ચે નિર્માણ પામેલ ધુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિત રહ્યા હતાં. લોકોને તેમના સ્વપ્નના સામૂહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા મળવા બદલ મંત્રી અને સાંસદે શુભેચ્છાઓ પાઠવી હતી. નવા બિલ્ડિંગમાં ઓપરેશન થિયેટર, સોનોગ્રાફી, એક્સરે, સ્પેશિયલ રૂમ, લેબોરેટરી સહિતની તમામ અત્યાધુનિક સાધનો સાથેની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ધુતારપુર ગામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ પણ સહભાગી થયા હતા. તેમજ અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગને લોકો માટે ખુલ્લું મૂકી મંત્રી અને સાંસદે સેન્ટરની મુલાકાત કરી ઉપલબ્ધ સુવિધાઓ વિષે માહિતી મેળવી જરૂરિયાતમંદ લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મેળવવા અનુરોધ કર્યો હતો.

આ તકે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી સુવિધા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારતમાં લાગુ છે. આયુષ્માન કાર્ડ થકી જરૂરિયાતમંદોને રૂ.૧૦ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. કોરોના ક્ષેત્રે જામનગર જિલ્લાના ધુતારપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણ થકી લોકોને અત્યાધુનિક સુવિધાઓનો લાભ મળી રહેશે. અગાઉ લોકોને સારવાર માટે દૂર સુધી ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે આજુબાજુના ૪૦ જેટલા ગામડાઓના અંદાજે ૪૫ હજાર જેટલા લોકોને નજીકમાં જ આરોગ્યની સવલત મળી રહેશે.

ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને લક્ષ્યમાં રાખી ગુજરાત સરકારે લોકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી આરોગ્યલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. અને તેનો લાભ છેવાડાના માનવીને મળી રહૃાો છે. ધુતારપુર આરોગ્ય કેન્દ્રની ટીમની સારી કામગીરી બદલ મંત્રીએ તમામ ડોક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા.

ધુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુલ ૩૦ બેડની ક્ષમતા ધરાવે છે, ભારત સરકાર તરફથી આ સામૂહિક આરોગ્ય કેન્દ્રને લક્ષ્ય નેશનલ લેવલનો એર્વોડ તા.૧૪-૦૨-૨૦૨૨ ના રોજ મળેલ છે. આ કેન્દ્રને  રાજકોટ રીજીયનનું સૌથી પહેલુ સામુહિક આરોગ્ય કેન્દ્ર તરીકેનું બહુમન મળેલ છે. અંહી દરેક પ્રકારના બ્લડ રિપોર્ટ થશે તેમજ આ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહેશે. બી.પી. અને ડાયાબિટીસ જેવા રોગોની સારવાર પણ અહી ઉપલબ્ધ છે.

રૂ.૩ કરોડ ૮૮ લાખના ખર્ચે બે માળનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ૧૫૯૩ ચો.મી. વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. કેન્દ્રમાં કુલ ૩૦ બેડ, રિસેપ્શન, ૩ જનરલ ઓપીડી રૂમ, એક્સરે રૂમ, સોનોગ્રાફી રૂમ, ઈન્જેક્શન રૂમ, ડ્રેસિંગ રૂમ, લેબર રૂમ, સ્ક્રબ રૂમ, લેબોરેટરી, ટોઇલેટ બ્લોક, ઓપરેશન થિયેટર, મેલ અને ફીમેલ વોર્ડ રૂમ, પોસ્ટ ઓપરેશન રૂમ, આઇસોલેશન રૂમ, સ્પેશિયલ અને સેમી સ્પેશિયલ રૂમની અદ્યતન સાધનો સાથેની સુવિધા ઉપલબ્ધ છે.

આ કાર્યક્રમમાં અગ્રણી રમેશભાઈ મુંગરાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું તેમજ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન, સામાજિક આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુન્દભાઈ સભાયા, સરપંચ નીતાબેન ગેલાણ, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પ્રસાદ, તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાનો, અધિકારીઓ, ડોક્ટરો તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh