Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૪૫ લાખનું રોકાણ કરાવી ચૌદેક લાખ પરત પણ આપ્યાઃ
જામનગર તા.૭ : જામનગરના એક મેતાજી પાસેથી કરન્સી ટ્રેડમાં રોકાણ માટે રૂ.૪૫,૯૫,૫૦૦ મેળવી નગરના બે વણિક પિતરાઈ ભાઈએ રૂ.૩૧,૧૭,૦૦૦નો ધૂમ્બો મારી દેતાં મામલો આખરે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે બંને શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગરના બેડીમાં આવેલા જુમ્મા મસ્જિદ રોડ પર આઝાદ ચોકમાં રહેતા અને એક ગેસ એજન્સીમાં મેતાજી તરીકે કામ કરતા નઝીરહુસેન નવાઝ મિંયા બુખારી નામના યુવાનને તેમના કામસર પંચવટી પાસે આવેલી એક ખાનગી બેંકમાં અવારનવાર જવાનું થતું હતું. જેમાં તે બેંકના કર્મચારી દિનેશ કિશોરચંદ્ર પાટલીયાનો સંપર્ક થયો હતો.
ત્રણેક વર્ષ પહેલાં નઝીર હુસેનના પિતાનું નિધન થયું હતું. તે પછી બંદર પર ખાતર ભરેલુ વહાણ આવે તેના પૈસાની લેવડદેવડ માટે બેંકમાં જતા નઝીરને કરન્સી ટ્રેડમાં રોકાણ કરી પૈસા કમાવવા માટે દિનેશે કહ્યું હતું અને અગાઉ જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં વસવાટ કરતો કલ્પેશ કિશોરભાઈ મહેતા નામના પોતાના પિતરાઈ ભાઈ આ ધંધા સાથે સંકળાયેલા હોવાનું અને ખૂબજ વળતર મળી શકે છે તેમ જણાવતા નઝીરહુસેને ગયા ડિસેમ્બર મહિનાથી એક વર્ષ સુધી કટકે કટકે રૂ.૧૮ લાખ દિનેશ પાટલીયાને આપ્યા હતા. તે ઉપરાંત કલ્પેશ મહેતાને રૂ.૨૭ લાખ ૯પ,૫૦૦ આપ્યા હતા.
તે પછી આ શખ્સોએ કહ્યા મુજબની રકમ પરત નહીં આપી ઠાગાઠૈયા શરૂ કર્યા હતા. તેથી વહેમાયેલા નઝીરે ઉઘરાણી શરૂ કરતા કલ્પેશે રૂ.૧૩ લાખ ૧૮ હજાર ૫૦૦ પરત આપ્યા હતા અને દિનેશે રૂ.૧ લાખ ૬૦ હજાર પરત આપ્યા હતા. તેમ છતાં નઝીરે રૂ.૧૪ લાખ ૭૭ હજાર કલ્પેશ કિશોર મહેતા પાસેથી અને રૂ.૧૬ લાખ ૪૦ હજાર દિનેશ પાટલીયા પાસેથી લેવાના બાકી નીકળતા હતા.
કુલ રૂ.૪૫ લાખ ૯પ૫૦૦ રોક્યા પછી નઝીરને ઉપરોક્ત બંને શખ્સે રૂ.૩૧ લાખ ૧૭ હજાર પરત નહીં આપી એકાદ વર્ષ સુધી આંબાઆંબલી બતાવતા આખરે નઝીરે પોલીસ ફરિયાદ માટે નિર્ણય કરી એસપી પ્રેમસુખ ડેલુનો સંપર્ક કરી રજૂઆત કરી હતી. તેના પગલે એસપીએ ગુન્હો નોંધવા આદેશ કરતા ગઈકાલે બપોરે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નઝીરે રૂ. ૩૧,૧૭,૦૦૦ની છેતરપિંડી કરવા અંગે કલ્પેશ કિશોર મહેતા, દિનેશ કિશોર પાટલીયા સામે ગુન્હો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી પૈકીના કલ્પેશ મહેતા સામે અગાઉ પણ કેટલીક ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઈ ચૂકી છે. તેણે પણ પોતાના મકાનને પડાવી લેવાયાની થોડા વર્ષ પહેલાં પોલીસમાં ફરિયાદ કરી હતી. આ શખ્સે જુદા જુદા ધંધા બતાવી કેટલાક આસામીઓને લાલચમાં લપેટી કોણીએ ગોળ લગાડ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial