Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એચ.એમ.પી.વી. વાઇરસ સામે જામનગરનું આરોગ્ય તંત્ર સતર્ક, તબીબી અધિક્ષકના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
જામનગર તા ૭. ચાઇનાથી પ્રસરેલા એચ.એમ.પી.વી. વાઇરસનો એક પોઝિટિવ કેસ ગુજરાત માં નોંધાતાં જ રાજ્ય નું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. સાથો સાથ જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ માં પણ ગઇકાલે સાંજે તાકીદ ની બેઠક બોલાવાઈ હતી. જેમાં સંભવિત રોગ નાં દર્દી માટે આઇશોલેશન વોર્ડ તૈયાર કરવા સહિત નાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ચાઇના થી એચ.એમ. પી.વી. નામનો એક વાઇરસ પ્રસર્યો છે. આ વાઈરસના લક્ષણ ધરાવતા એક દર્દીનો ગુજરાતમાં પોઝિટિવ રિપોર્ટ મળતાં જ રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે, અને રાજ્ય સરકાર ની સૂચના મુજબ જામનગર નું આરોગ્યતંત્ર અને સરકારી હોસ્પિટલનું તંત્ર પણ સાબદુ બન્યું છે.
ગઇકાલે સાંજે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ માં તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી ના અધ્યક્ષ સ્થાને સંબંધિત વિભાગ ના તબીબોની એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એમ. પી. શાહ મેડિકલ કોલેજ ના , અધિક ડીન ડો. એસ. એસ. ચેટરજી , ઉપરાંત જુદા જુદા અન્ય વિભાગના તબીબો ઉપસ્થિત રહૃાા હતા. અને હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધનો, દવા મશીનરી, ઓક્સિજન વગેરેની ઉપલબ્ધિ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ડો.તિવારી અને ડો. ચેટરજીના જણાવ્યા પ્રમાણે આ એક જુનો વાયરસ છે અને તાવ શરદી ઉધરસ અને ન્યૂમોનિયા જેવા લક્ષણ ધરાવતી બીમારી છે. જેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. ખાસ કરીને પાંચ વર્ષથી નાના બાળકો અને ૭૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધોને થોડી સાવચેતી રાખવી જરૂરી છે. હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર, દવાનો જથ્થો ઉપરાંત બાળકો ની સારવાર માટે જરૂરી એચએસએનસી મશીનરી વગેરે પણ ઉપલબ્ધ છે.
જી.જી. હોસ્પિટલમાં કુલ ૩૦ બેડ સાથેનો વોર્ડને તૈયાર કરવામાં આવ્યો છે. જેથી જરૂર પડયે આ વોર્ડનો ઉપયોગ કરી શકાય. આમ છતાં પણ કોઈને તાવ-શરદી-ઉધરસ કે શ્વાસની બીમારી લાગુ પડે, તો નજીકના આરોગ્ય કેન્દ્ર માં અથવા તો જી. જી. હોસ્પિટલનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial