Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક કિલોમીટર કાપતા અડધો-પોણો કલાક થાય છે!
મીઠાપુર તા. ૭: ઓખામંડળના મીઠાપુરમાં ટાટા કંપનીના ગેઇટથી સુરજકરાડી તરફના રોડનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહૃાું છે.
એક કિમીનો રસ્તો પસાર કરતા અડધા થી પોણા કલાક થાય છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
આ માટે એક જાહેરનામું બહાર પાડવાની જરૂર છે. અને જ્યાં સુધી રોડનું કામ ચાલુ રહે ત્યાં સુધી ટાટા કંપનીની પ્રાઇવેટ ટાઉનશીપમાંથી વાહનો અવરજવર કરવાની ફરજ પાડવી જોઈએ, અગાઉ જિલ્લા પોલીસવડા નિતિશ પાન્ડેયના લોક દરબારમાં પણ આ માર્ગનો ટ્રાફિક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે ખાસ કરીને પત્રકારો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી.
આ રોડના કામની ગતિ અત્યંત ધીમી હોય આ કામ તેજ ગતિએ કરવાની પણ સૂચના આપવાની જરૂર છે. કારણકે વેપારીઓ, નાગરિકો હાલ પરેશાની ભોગવી રહૃાાં છે. ખાસ કરીને બીમાર વ્યક્તિને લઈ જતી ૧૦૮ને પણ ક્યારેક મુશ્કેલી થાય છે.
ક્યારેક એવું ન બને કે દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેનું મૃત્યુ થાય. આ માર્ગે વાહન અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial