Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીટી બસ સ્ટેશન પણ મેગાસિટીમાં આનાથી મોટા હોય છે.
જામનગર તા.૭: જામનગરમાં હાલમાં જ્યાં બસ ડેપો છે ત્યાં જ બસપોર્ટ એટલે કે રાજકોટ અમદાવાદ જેવું અદ્યતન બસ સ્ટેન્ડ ઊભું કરવાનો નિર્ણય લેવામાં વર્ષો નીકળી ગયા અને કેટલાક અન્ય વિકલ્પો પણ ચોકડી મારીને હાલમાં જ ત્યાં બસ ડેપો છે ત્યાં જ આધુનિક બસ ડેપો બનવાનો છે.
જામનગરમાં બસ પોર્ટ એટલે કે આ નવો ડેપો તૈયાર થઈ જાય ત્યાં સુધી એસટી ડેપો નો વ્યવહાર થયાવત રાખવા માટે પ્રદર્શન ગ્રાઉન્ડમાં કામચલાઉ બસડેપોનું નિર્માણ થઈ રહૃાું છે જે વગર વિચાર્યું અને નોન પ્રેક્ટીકલ હોવાની ટીકા થઈ રહી છે.
લોકો કહે છે કે ઘણાં મેગાસિટીઝમાં સિટીઝ બસોના મુખ્યમથકો પણ આના કરતાં મોટા અને સુવિધાજનક હોય છે, અહીં જે છાપરું ઊભું કરીને તેમ જ ટ્રાફિક કંટ્રોલરની ઓફિસ પૂછપરછ વિન્ડો, રિઝર્વેશન કાઉન્ટર, ફ્રી પાસ કાઉન્ટર, તથા શૌચાલય અને પ્લેટફોર્મ વાઇઝ બેઠક વ્યવસ્થા, પંખા, ઇલેક્ટ્રીક લાઈન વગેરે તેમાં જ સમાવશે તો દરરોજ એસટી દ્વારા મુસાફરી કરતા હજારો મુસાફરો કર્મચારીગણ કરતો ફ્લોટિંગ પોપ્યુલેશન ઉપરાંત રિઝર્વેશન લેવા કે પાર્સલો ચડાવવા ઉતારવા આવતા લોકો તથા વાહનોની અવરજવરના કારણે સંભવિત અંધાધૂંધી કે દુર્ઘટનાનો કોઈજ વિચાર કરવામાં આવ્યો નહીં હોય તેવું લાગે છે.
આ મુદ્દે પક્ષ-વિપક્ષી નેતાગીરી તો ઊંઘતી રહી પરંતુ યુનિયનો, કર્મચારી મંડળોએ વિભાગીય નિયામકને રજૂઆતો કરી અને તેમણે 'ઉપર' મોકલાવી દીધી આ હવે જરૂરી સુધારા અને ખાસ કરીને વધારા વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય 'ઉપર'થી લેવાનો હોય તો આ મુદ્દે નગરના તથા જિલ્લાના ધારાસભ્યો સંસદસભ્યો, કોર્પોરેટરો, મેયર, રાજકીય પક્ષોના જિલ્લા કક્ષાના હોદ્દેદારો તથા સંસ્થાકીય અગ્રણીઓ વ્યાપાર ઉદ્યોગો અને નોકરીયાતો તથા વિદ્યાર્થીઓના સંગઠનોએ પણ રાજ્ય સરકારના કાન સુધી આ અવાજ પહોંચાડવો જોઈએ તેમ નથી લાગતું?
આ માટે માત્ર લોકલ પ્રેસનોટ ઈસ્યૂ કરીને અને નિવેદનો કરીને જ નહીં ચાલો વિધિવત રીતે લેખિતમાં ઈમેલથી તથા રૂબરૂ પ્રતિનિધિ મંડળો લઈને રાજ્યકક્ષા સુધી રજૂઆતો કરવી પડશે આ અંગે એસટી કોર્પોરેશનના ચેરમેનને પણ ઢંઢોળવા પડશે ખરું કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial