Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રીયમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ રાજયોના ગ્રામ વિકાસ મંત્રીઓ સાથે યોજી બેઠક
જામનગર તા. ૭: રાજયમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ રાજયોના ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુજરાત રાજયના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ કલેકટર કચેરી જામનગરથી વિડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા. અને ગુજરાતના ગામડાઓમાં વસતા લોકોનું જીવન ધોરણ ઉંચુ આવે તે પ્રકારે મંત્રીશ્રીએ રાજયના વિકાસને લગત સૂચનો કર્યા હતાં.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ રાજયોના ગ્રામ વિકાસ વિભાગના મંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુજરાત રાજયના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ કલેકટર કચેરી જામનગરથી જોડાયા હતા.
આ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રીએ તમામ રાજયના મંત્રીઓ પાસેથી ગામડાઓના વિકાસને લગત સૂચનો માંગ્યા હતાં.
કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સૌને કેલેન્ડર ન્યૂ યરની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દેશના છેવાડાના ગામડામાં વસતા લોકોને પણ સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ રાજયના મંત્રીઓને સૂચનો આપતા જણાવ્યું હતું કે સંસાધનોનો અધિકતમ ઉપયોગ કરવામાં આવે જેથી કરીને લોકોનું જીવન શ્રેષ્ઠ બને. ગ્રામીણ ક્ષેત્રે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી દેશના ગામડાઓમાં વસતા લાખો લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવતા ગ્રામીણ ક્ષેત્રના અનેક લોકોને રોજગારી મળી છે. દીનદયાલ અંત્યોદય યોજના, નરેગા, પીએમ ગ્રામીણ સડક યોજના જેવી ગ્રામીણ વિકાસને લગતી અનેક યોજનાઓના અમલીકરણ થકી ગામડાઓનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.
આ દરમિયાન ચર્ચામાં ભાગ લેતા રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગામડાઓનો ફાળો અતિ મહત્વનો છે. કેન્દ્રીય મંત્રી સમક્ષ સૂચનો આપતા તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત સહાયની રકમ વધારવા, એનઆરએલએમ પોર્ટલ પર વ્યકિતગત અને સામૂહિક મહિલા સ્વ સહાય જૂથની માહિતી ઉપલબ્ધ કરાવવી, ડ્રોનને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા વાહનની વ્યવસ્થાઓ ઉભી કરવા, શ્રમિકોના જોબકાર્ડને જન્મ પ્રમાણપત્ર અને મૃત્યુ પ્રમાણપત્ર સાથે જોડવા જેથી કરી જોબકાર્ડનો દૂર ઉપયોગ થતો અટકી શકે જેવા સૂચનો કર્યા હતા. તેમજ પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોના ખાતામાં જે સહાય ચૂકવવામાં આવે છે તેમાં ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પરની ક્ષતિ દૂર કરવામાં આવે તેમ જણાવ્યું હતું.
ગુજરાતના ગામડાઓમાં વસતા લોકોનું જીવન સ્તર ઉંચું આવે અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં ગામડાઓનું મહત્વનું યોગદાન રહે તે પ્રકારે મંત્રીએ સૂચનો કર્યા હતાં. આ વિડિયો કોન્ફરન્સમાં કલેકટર બી.કે. પંડયા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ડીઆરડીએ નિયામક શારદા કાથડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ વગેરે સહભાગી થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial