Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડોદરા-પાવાગઢ રોડ પર નાકાબંધીમાં પોલીસને મળી સફળતાઃ
જામનગર તા.૭ : કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રવિવારે સવારે માતા-પુત્ર, પુત્રી સહિત ત્રણના બોલેરોમાં ચાર શખ્સે અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેના પગલે નાકાબંધી કરાવી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. જેમાં ત્રણેય વ્યક્તિને મધ્યપ્રદેશ ઉપાડી જવાના ઈરાદાથી પુરપાટ ઝડપે બોલેરો ભગાવી જઈ રહેલા ચારેય આરોપી વડોદરાથી પાવાગઢ વચ્ચેના ધોરીમાર્ગ પરથી ઝડપાઈ ગયા છે. પોલીસે ત્રણેય અપહૃુતને છોડાવી ચાર અપહરણકારોની અટકાયત કરી લીધી છે. એક અપહરણકારની બહેનને ભગાડી જવામાં મહિલાએ મદદગારી કરી હોવાની આશંકાથી આ બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું છે.
કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામમાં ભાગમાં ખેતર વાવી ત્યાં કામ કરતા કૈલાસ ભાઈ નામના પરપ્રાંતીય વ્યક્તિ શનિવારે રાત્રે નિદ્રાધીન થયા પછી રવિવારની સવારે પાંચેક વાગ્યે જીજે-૧૦-બીએન ૩૦૧ નંબરની બોલેરોમાં ધસી આવેલા વિક્રમ શમસીંગ દેહીજા અને ગોટુ માવી સહિત ના ચાર શખ્સે કૈલાસભાઈના પત્ની ઉષાબેન, પુત્રી નિશા, પુત્ર ઉમેશને માર મારી બળજબરી પૂર્વક બોલેરોમાં બેસાડી દઈ અપહરણ કરી લેવાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
પોલીસ સમક્ષ કૈલાસ ભાઈએ જણાવ્યા મુજબ તેમના સાળા દિનેશે થોડા દિવસ પહેલા વિક્રમની બહેનને ભગાડી હતી. તે કૃત્યમાં દિનેશને બહેન ઉષાબેન તથા તેમના સંતાનોએ મદદ કરી હોવાની આશંકા વિક્રમને પડતા તેણે મારકૂટ કરી અપહરણ કર્યુ છે. તે પછી પોલીસે નાકાબંધી કરાવી હતી.
તે દરમિયાન વડોદરાથી વાસદ તરફ જવાના ધોરીમાર્ગ પર ૩૦૧ નંબરની સફેદ રંગની બોલેરો પસાર થઈ હતી. તે પહેલાં કાલાવડ ગ્રામ્યના પીએસઆઈ વી.એ. પરમાર તથા તેમની ટીમ અપહરણકારો નો પીછો કરી રહ્યા હતા. તેઓએ આણંદ જિલ્લાના ઝરોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી વિગતો આપી હતી. તેથી ઝરોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વડોદરાથી પાવાગઢ વચ્ચેના રોડ પર નાકાબંધી કરીને ઉભો હતો. તે સ્ટાફે બોલેરો રોકાવી લીધી હતી.
તે વાહનની તલાશી લેવાતા કૈલાસભાઈના પત્ની, પુત્રી અને પુત્ર તેમજ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વિક્રમ જમસિંગ દેસાઈ, શમસેર પારમસિંગ માવી, ગનુ રંગસિંગ માવી, ગુડ્ડુ કાદીભાઈ માવી નામના ચારેય શખ્સ મળી આવ્યા હતા. ત્રણેય અપહૃુત અને ચાર અપહરણકારની પોલીસે અટકાયત કરી લઈ તેનો કબજો કાલાવડ ગ્રામ્ય પોલીસને સોંપ્યો છે. અપહરણના બનાવમાં ગણતરીની કલાકોમાં અપહરણ કારોને પકડી લેવામાં અને અપહૃુત વ્યક્તિઓને છોડાવી લેવામાં પોલીસને સફળતા મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial