Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચીફ જસ્ટિસ સહિત ૩૦ જજોએ સંપત્તિ કરી જાહેર
નવી દિલ્હી તા. ૩: સુપ્રિમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવા આદેશ આપ્યો છે. સીજેઆઈ એ પણ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરી છે.
સુપ્રિમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાને પણ પોતાની સંપત્તિની મહિતી જાહેર કરી આ નિર્ણયને સ્વીકાર્યો છે.
સુપ્રિમ કોર્ટની કુલ કોર્ટે નિર્ણય લીધા છે કે સુપ્રિમ કોર્ટમાં જજનું પદ સંભાળી રહેલા તમામ જજોને પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવી પડશે. સંપત્તિની તમામ વિગતો સુપ્રિમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે.
સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે, દેશના સીજેઆઈ અને જજે પોતાની સંપત્તિઓ વિશે સંપૂર્ણ વિગતો સ્વૈચ્છાએ સુપ્રિમ કોર્ટની વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે. હાલ સીજેઆઈ સહિત સુપ્રિમ કોર્ટના કુલ ૩૦ જજએ પોતાની સંપત્તિ જાહેર કરી છે. જેમાં સીજેઆઈ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવાઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ અભય એસ. ઓક, જસ્ટિસ જે.કે. મહેશ્વરી, જસ્ટિસ બી.વી. નાગરત્ના સહિતના જજ સામેલ છે.
થોડા દિવસ પહેલા જ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના નિવાસ-સ્થાનેથી મોટા પ્રમાણમાં રોકડ ઝડપાઈ હતી. આ રોકડ મામલે તપાસ માટે સીજેઆઈ સંજીવ ખન્નાએ રર માર્ચના જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ ત્રણ સભ્યોની આંતરિક તપાસ કરૂ કરી હતી. ૧૪ માર્ચના જસ્ટિસના ઘરે આગ લાગી હતી. જેમાં ફાયરબ્રિગેડની ટીમને સ્ટોર રૂમમાંથી નોટોના બંડલ અર્ધ સળગેલી હાલતમાં મળ્યા હતાં. જસ્ટિસ યશવંત વર્મા પર લાગેલા આરોપો વચ્ચે સુપ્રિમ કોર્ટે આ નિર્ણય જાહેર કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial