Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાલુ વર્ષે ચોમાસામાં ડેમમાં પાણી ભરવાની ગણતરીએ આયોજનઃ
ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો તથા વિશાળ જળરાશિ ધરાવતો સાની ડેમ કે જેનું પાણી જ્યારે નર્મદાનું જળ નહતું ત્યારે છેક દ્વારકા, ઓખા, કલ્યાણપુર, રાવલ સહિતના અનેક વિસ્તારોને પીવાના પાણી માટે તથા સિંચાઈ માટે સાની નદી પરનો સૂર્યાવદર પાસેનો સાની ડેમ પૂરૃં પડતો હતો. સાની ડેમના દરવાજા લીકેજ થતા વારંવાર ભયજનક સ્થિતિમાં થતા એક તબક્કે ડેમ તોડીને નવો બનાવવાનું નક્કી કરાયું હતું. જે કાર્ય હવે અંતિમ તબક્કામાં છે. ડેમનું નિર્માણ થઈ જતા સિંચાઈ વિભાગે આગામી ચોમાસામાં ભરવા માટે આયોજન હાથ ધર્યું છે.
૩૧ કરોડના ખર્ચે નવો ડેમ થશે
સાની ડેમ નવો બનાવવા ૩૧ કરોડ ફાળવાયા હતાં. બે વર્ષથી કામ ચાલે છે. હાલ દરવાજા તથા ડેમની મુખ્ય દીવાલનું કામ ચાલે છે જે ૭૮ ટકા જેટલું થઈ ગયું છે. કાર્ય. ઈજનેર શ્રી સીંગે જણાવેલ કે આગામી ચોમાસામાં ડેમમાં પાણી ભરવા માટે પણ આયોજન થયું છે.
ચારેક વર્ષ પછી આ વખતે ચોમાસામાં સાની ડેમ ભરવાનું આયોજન થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સાની ડેમને નવો બનાવવાનું કામ કોન્ટ્રાક્ટરે અડધુ છોડી દેતા કામ ઘોંચમાં પડી ગયું હતું, પણ રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન, ધારાસભ્ય પબુભા માણેકની વારંવારની અનેક રજૂઆતોના અંતે કામ ચાલુ થઈ શક્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial