Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ારેખ પરિવાર દ્વારા તા. ૬-૪-ર૦રપ ના
જામનગર તા. ૩: યજમાન પરિવાર ગો.વા. ઉમેદલાલ ઠાકરશી પારેખ, ગો.વા. શશીકાંતભાઈ ઠાકરશીભાઈ પારેખ, ગો.વા. મધુકાન્તાબેન ઉમેદલાલ પારેખ તથા ગો.વા. સુનિલભાઈ ઉમેદલાલ પારેખ પરિવારના પુણ્ય સ્મરણાર્થે જીતેન્દ્રભાઈ ઉમેદલાલ પારેખ દ્વારા શ્રીમદ્ ભાગવત્ સપ્તાહની પૂર્ણાહૂતિ નિમિત્તે શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજનું જ્ઞાતિ સમૂહ - ભોજન (મનોરથ) તા. ૬-૪-ર૦રપ, રવિવારના બપોરે ૧ર.૩૦ વાગ્યે શ્રી આણદાબાવા સેવા સંસ્થાના પટાંગણ, જામનગરમાં યોજાયેલ છે. તો આ પ્રસંગે વિસા શ્રીમાળી સોની સમાજના સર્વે જ્ઞાતિજનોને યજમાન પરિવાર દ્વારા પ્રસાદ લેવા સહપરિવાર પધારવા નિમંત્રણ પાઠવેલ છે. જ્ઞાતિ સમૂહ ભોજનના આયોજન - વ્યવસ્થા બાબતે સમાજ અગ્રણીઓ તથા સ્વયંસેવકોની મિટિંગ તા. પ-૪-ર૦રપ ના રાત્રે ૯.૩૦ કલાકે આણદાવા આશ્રમના પટાંગણમાં યોજાનાર છે. સમગ્ર આયોજન માટે મહાસમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે, તેમ કિશોરભાઈ પાટલીયાએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial