Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત ચાલુ નોકરીમાં અવસાનના કિસ્સામાં ફેમિલી પેન્શનના લાભ આપવા અખિલ ભારતીય સફાઈ મજદુર કોંગ્રેસ યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
સંસ્થાના પ્રમુખ હરિશ ચૌહાણે આ રજૂઆતમાં જણાવ્યું છે કે, હવે રાજ્ય સરકારે વર્ષ ર૦રર ના નાણા વિભાગના ઠરાવથી આવી વર્ધિત પેન્શન યોજના અન્વયે તા. ૧-૪-ર૦૦પ પછી નિમણૂક પામેલ કર્મચારીના કિસ્સામાં ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારીના વારસદારને ફેમિલી પેન્શન આપવા અંગે સુધારો કર્યો છે તે મુજબ વારસદારને ફેમિલી પેન્શનના લાભો મળવા પાત્ર છે.
મહાનગરપાલિકામાં તા. ૧-૪-ર૦૦પ પછી સફાઈ કામદારોની નિમણૂક કરવામાં આવી છે. તે સફાઈ કામદારનું ચાલુ નોકરીએ અવસાન થયેલ છે. વારસદારને ફેમિલી પેન્શન સત્વરે મંજુર કરવા કમિશનર સમક્ષ માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial