Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બેડીમાં ગેરકાયદે બાંધકામો તોડવા ઓપરેશન ડિમોલિશન

પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે કલેક્ટર તંત્રની સઘન કાર્યવાહીઃ પાંચેક હજાર ચોરસ મીટર જગ્યા ખૂલી કરાવાઈઃ

જામનગર તા. ૩: જામગનરના બેડી વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા ખડકી દેવામાં આવેલા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવા માટે આજ સવારથી કલેક્ટર તંત્ર દ્વારા પોલીસના સહયોગથી ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. કલેક્ટર, એસપીના સીધા માર્ગદર્શન હેઠળ તે વિસ્તારમાં અંદાજે રૂપિયા દસેક કરોડની બજાર કિંમતવાળી પાંચેક હજાર ચોરસ મીટર જગ્યા ખૂલી કરવામાં આવી રહી છે. હજુ કેટલાક અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પાડી નાખવા કમર કસી લેવાઈ છે.

જામનગરના બેડી વિસ્તાર સ્થિત વર્ષાે પહેલાં સરકારી ખરાબાની હજારો ચોરસ મીટર જગ્યા પર કેટલાક શખ્સોએ પોતાના રહેણાંક મકાન ખડકી દીધા હતા. જામનગર મહાનગરપાલિકા હેઠળના આ વિસ્તારના સર્વે નં.૪૦માં તે જગ્યામાં કેટલાક શખ્સોએ દબાણ કર્યાની ગયા વર્ષે રજૂઆતો થઈ હતી. તે પછી ગઈ તા.૧૮ માર્ચ ૨૦૨૪ના દિવસે કલેક્ટર તંત્ર, મહાનગર પાલિકાના કમિશનર તેમજ એસપી પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળની વહીવટી તથા પોલીસ ટૂકડીએ બેડી વિસ્તારમાં છ બંગલા જમીનદોસ્ત કર્યા હતા. તે પછી આજે અન્ય દબાણો પર કલેક્ટર ટીમ દ્વારા પોલીસના સહયોગથી ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જેસીબી કામ પર લગાડવામાં આવ્યા હતા.

અંદાજે પાંચેક હજાર ચો. મી. જેટલી જગ્યા ખુલી કરાવવા માટે જિલ્લા કલેકટર કેતન ઠક્કર અને તેમની ટીમ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બેડી ધસી ગઈ હતી. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ તમામ ડિવિઝનના પીઆઈ, પીએસઆઈ, એલસીબી, એસઓજી ટૂકડીઓ, ડીવાયએસપી જે.એન. ઝાલા, આર.બી. દેવધાના વડપણ હેઠળ બંદોબસ્તમાં જોડાઈ હતી. તે પછી બુલડોઝર ફેરવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેના પગલે રૂપિયા દસેક કરોડની અંદાજિત બજાર કિંમતવાળી જગ્યા ખૂલી કરી નાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્ત્વોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે નોટીસો ઈસ્યુ કરવાનું શરૂ કરાયા પછી ઓપરેશન ડિમોલિશન તોળાઈ રહ્યું હતું જેની આજ સવારથી બેડી વિસ્તારમાં શરૂઆત કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh