Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૩ : જામનગરથી માટેલ જવા માટે નીકળેલા એક પદયાત્રી સંઘમાં જોડાયેલા જામ્યુકોની વોટર વર્કસ શાખાના કર્મચારી ગઈકાલે સાંજે સાતેક વાગ્યે સંઘ સાથે માટેલ તરફ આગળ ધપી રહ્યા હતા ત્યારે લતીપર ગામ પાસે પાછળથી પુરપાટ ઝડપે દોડી આવેલા એક બાઈકે તેઓને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્રની ફરિયાદ પરથી બાઈકચાલક સામે ધ્રોલ પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના પ્રગતિ પાર્કમાં વસવાટ કરતા અને જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખામાં ફરજ બજાવતા દીપકભાઈ ગગુભાઈ બારડ સહિતના પદયાત્રીઓ જામનગરથી માટેલ જવા માટે રવાના થયા હતા. જામનગરથી દર વર્ષે માટેલ જતા આઈશ્રી ખોડિયાર મિત્ર મંડળ સંઘ અનેક પદયાત્રીક સાથે રવાના થયો હતો. તે સંઘ ધ્રોલ થઈ મોરબી રોડ પર આગળ વધી રહ્યો હતો ત્યારે લતીપર નજીક એમપી-૯-એમક્યુ ૪૦૯૬ નંબરનું બાઈક પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું તેના ચાલકની બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બાઈક રોડ પર ચાલ્યા જતાં દીપકભાઈ (ઉ.વ.પ૬) પર ફરી વળતા તેઓ ગંભીર ઈજા પામ્યા હતા.
સાથે રહેલા અન્ય પદયાત્રી એ ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી. જેમાં દીપકભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા પછી દીપકભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર રવિભાઈ બારડે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial