Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતમાં સેના અને રેલવે પછી સૌથી વધુ સંપત્તિ વકફ પાસે હોવાનો દાવો
નવીદિલ્હી તા. ૩: સેના-રેલવે પછી સૌથી વધુ જમીન વકફ પાસે છે. જેની અંદાજિત કિંમત ૧.૨ લાખ કરોડ રૂપિયા થવા જાય છે. વકફ બોર્ડની વિશ્વમાં સૌથી વધુ જમીન ભારતમાં છે છતાં વાર્ષિક ૧૨,૦૦૦ કરોડની કમાણી જ થાય છે, તેવી માહિતી જાહેર થઈ છે.
દેશમાં સેના રેલવે બાદ સૌથી વધુ ૮.૭૦ લાખ સંપત્તિ વક્ફ પાસે હોવાનો દાવો કરાયો હતો. આ દરમિયાન વક્ફ પાસે કયા રાજ્યોમાં કેટલી સંપત્તિ છે, તેની પણ માહિતી સામે આવી છે. વક્ફ બોર્ડ પાસે વર્તમાનમાં ૯.૪૦ લાખ એકર જમીનમાં ફેલાયેલી ૮.૭૦ લાખ પ્રોપર્ટી છે. તેની અંદાજિત કિંમત ૧.૨ લાખ કરોડ રૂપિયા છે. વક્ફ બોર્ડની વિશ્વમાં સૌથી વધુ જમીન ભારતમાં છે. સુરક્ષા દળ અને ભારતીય રેલવે પછી વક્ફ પાસે સૌથી વધુ જમીન છે.
વક્ફ બોર્ડની ૮.૭૦ લાખ મિલકતોમાંથી ૩૫૬,૦૫૧ વકફ એસ્ટેટ તરીકે નોંધાયેલી છે. જેમાં ૮૭૨,૩૨૮ સ્થાવર મિલકતો અને ૧૬,૭૧૩ જંગમ મિલકતો છે. આટલા મોટા પાયે જમીન હોવા છતાં બોર્ડને કોઈ આવક થતી નથી.
સચ્ચર સમિતિએ વર્ષ ૨૦૦૬માં રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે, જો વક્ફની સંપત્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી ઓછામાં ઓછા ૧૦ ટકા આવક મળી શકે છે, જે વાર્ષિક લગભગ ૧૨૦૦૦ કરોડ રૂપિયા છે.
વકફ બોર્ડ લગભગ ૯,૪૦,૦૦૦ એકરમાં ફેલાયેલી ૮,૭૦,૦૦૦ સંપત્તિઓની દેખરેખ કરે છે. વર્ષ ૨૦૧૩માં યુપીએ સરકારે મૂળ વકફ કાયદા ૧૯૯૫માં સુધારો કરીને વકફના અધિકારોને મજબૂત કર્યા હતા. આ સુધારો ઔકાફને રેગ્યુલેટ કરવા માટે લાગુ કરાયો હતો. વર્ષ ૨૦૨૪ના રિપોર્ટ મુજબ વક્ફની કુલ સંપત્તિમાંથી સૌથી વધુ ૨૭ ટકા જમીન ઉત્તર પ્રદેશમાં છે. ત્યારબાદ પંજાબ અને પશ્ચિમ બંગાળમાં ૯ ટકા જમીનો વક્ફની છે. તમિલનાડુમાં ૮ ટકા, કેરળ, તેલંગાણા અને ગુજરાતમાં પાંચ ટકા જમીનો છે. કર્ણાટકમાં વક્ફની ૭ ટકા જમીન છે.
વક્ફ બોર્ડ પાસે અમર્યાદિત સત્તા છે. વકફ મિલકતોને વિશેષ દરજ્જો મળે છે. આ દરજ્જો કોઈપણ વિશ્વાસથી ઉપર છે. બોર્ડ કોઈપણ મિલકતની તપાસ કરી શકે છે. એકવાર બોર્ડ મિલકત પર પોતાનો દાવો કરે પછી તેને ઉલટાવવો મુશ્કેલ છે. વક્ફ ઍક્ટની કલમ ૮૫ ખૂબ જ શક્તિશાળી છે. બોર્ડના નિર્ણયને હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પણ પડકારી શકાય નહીં
સેના અને રેલવે પછી વકફ બોર્ડ પાસે સૌથી વધુ મિલકતો છે. વક્ફ પાસે ૮.૭૦ લાખ મિલકતો છે. વક્ફ દેશમાં ત્રીજા નંબરનું સૌથી મોટું જમીન માલિક છે. બોર્ડની સૌથી વધુ મિલકત ઉત્તર પ્રદેશમાં છે. ભારતમાં બે પ્રકારના વક્ફ બોર્ડ છે, એક સુન્ની અને બીજા શિયા વક્ફ બોર્ડ... સુન્ની વક્ફ પાસે ૨.૧૦ લાખથી વધુ અને શિયા પાસે ૧૫ હજારથી વધુ મિલકતો છે. વર્તમાન સમયમાં દેશમાં ૩૨ વક્ફ બોર્ડ છે, જોકે ગોવા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ, દમણ અને દીવમાં વકફ નથી.
વક્ફ પાસે કયા રાજ્યમાં કેટલી સંપત્તિ છે તે જોઈએ તો ઉત્તર પ્રદેશ - ૨.૩૨ લાખથી વધુ સંપત્તિ, પશ્ચિમ બંગાળ - ૮૦,૦૦૦થી વધુ સંપત્તિ, પંજાબ - ૭૦,૦૦૦થી વધુ સંપત્તિ, તમિલનાડુ - ૬૫,૦૦૦થી વધુ સંપત્તિ, કર્ણાટક - ૬૧,૦૦૦થી વધુ સંપત્તિ, કેરળ - ૫૨,૦૦૦થી વધુ સંપત્તિ, તેલંગાણા - ૪૩,૦૦૦થી વધુ સંપત્તિ, ગુજરાત - ૩૯,૦૦૦થી વધુ સંપત્તિ, મધ્યપ્રદેશ - ૩૩,૦૦૦થી વધુ સંપત્તિ, જમ્મુ-કાશ્મીર - ૩૨,૦૦૦થી વધુ, બિહાર - ૮,૦૦૦થી વધુ સંપત્તિ, દિલ્હી - ૧,૦૦૦થી વધુ સંપત્તિ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial