Advertisement
Author: નોબત સમાચાર

મોદી સરકારે 'ધરાર' પાસ કરાવ્યું વકફ બિલઃ સોનિયા ગાંધીનો પ્રહાર

સમાજને કાયમી ધોરણે ધ્રુવીકરણમાં રાખવાનો પ્રયાસઃ

નવી દિલ્હી તા. ૩: મોદી સરકારે બળજબરીથી વકફ બિલ પસાર કરાવ્યું છે, અને આ બંધારણ પર હુમલો છે, તેમ જણાવી સોનિયા ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ વકફ સુધારા બિલને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બિલ અને તેને પાસ કરાવવામાં સરકાર દ્વારા દર્શાવવામાં આવેલી ઉતાવળની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસ સંસદીય (સીપીપી) ની જનરલ બોડીની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું, 'ગઈકાલે વકફ સુધારા બિલ, ર૦ર૪ લોકસભામાં પસાર થઈ ગયું હતું અને આજે તે રાજ્યસભામાં રજૂ થવાનું છે. આ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું હતું. અમારી પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. આ બિલ બંધારણ પર હુમલો છે. આ આપણા સમાજને કાયમી ધોરણે ધ્રુવીકરણ રાખવાની ભાજપની ઈરાદાપૂર્વકની વ્યૂહરચનાનો એક ભાગ છે.'

કેન્દ્ર સરકારે વકફ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. જેના પર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ધારદાર દલીલો થઈ હતી. વિપક્ષ ઈન્ડિયા ગઠબંધને આ બિલનો વિરોધ કર્યો હતો, જ્યારે એનડીએના પક્ષોએ બિલનું સમર્થન કર્યું હતું. બિલને કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજૂ દ્વારા રજૂ કરવામાં આવશે, જો કે કેન્દ્ર સરકારને રાજ્યસભામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. એનડીએમાં સામેલ જેડીયુ, ટીડીપી, શિવસેના (એકનાથ સિંદે) અને એનસીપીનું સમર્થન મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh