Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ૧૭ નાયબ મામલતદારની અન્ય જિલ્લામાં બદલીઃ ૯ ને હાલારમાં મૂકાયા

રાજ્યના ૧પ૭ નાયબ મામલતદાર બદલાયાઃ

જામનગર તા. ૩: રાજ્યમાં મહેસુલ વિભાગ હસ્તકની કચેરીમાં ફરજ બજાવતા ૧પ૭ નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. તેમાં જામનગરના ૧૭ નાયબ મામલતદારનો સમાવેશ થાય છે. જેમને અન્ય જિલ્લામાં મૂકવામાં આવ્યા છે, જ્યારે ૯ ને હાલારમાં નિમણૂક અપાય છે.

રાજ્યના મહેસુલ વિભાગના સેક્શન અધિકારી દ્વારા ગઈકાલે ૧પ૭ નાયબ મામલતદારોની બદલીના આદેશ કરવામાં આવ્યા હતાં. જેમાં જામનગરના પણ ૧૭ નાયબ મામલતદારનો સમાવેશ થાય છે. જેમાં દેવાંગકુમાર વી. રામાવતને રાજકોટ, જ્યોતિબેન કે. પરમારને રાજકોટ, બલભદ્રસિંહ જે. વનોલને સુરેન્દ્રનગર, જયદિપ એ. ડાંગરને રાજકોટ, અનિરૂદ્ધસિંહ એ. ગોહિલને રાજકોટ, સંજયકુમાર કે. ફેફરને મોરબી, હિતેષ બી. ગઢવીને મોરબી, હિરેનકુમાર વી. વ્યાસને ભાવનગર, યુવરાજસિંહ ડી. ડોડિયાને સુરેન્દ્રનગર, વિજયસિંહ એન. ગોહિલને સુરેન્દ્રનગર, રોનકકુમાર જે. પઢારિયાને બનાસકાંઠા, માધવીબેન એ. પાટડિયાને બોટાદ, વિશાલ પી. કાનાણીને રાજકોટ, મિતેષકુમાર વી. ઠાકરને રાજકોટ, ક્રિપાલસિંહ આર. પરમારને સુરેન્દ્રનગર, રમેશભાઈ વી. પાડાસરિયાને બોટાદ, અને ધનરાજસિંહ વી. વાળાને સુરેન્દ્રનગરમાં બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત જામનગરમાં જૂનાગઢથી પાયલ આર. કોઠારીને મૂકવામાં આવ્યા છે. તેમજ અન્ય આઠને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિમણૂક આપવામાં આવી છે. જેમાં ભાવનગરથી વી.સી. પોલાડિયા, દાહોદથી એસ.પી. નાલવાયા, મહેસાણાથી નરેન્દ્ર એમ. ચૌધરી, વડોદરાથી નરેશ પી. વણકર, અમદાવાદથી કાજલબેન જે. પટોલિયા, ખેડાથી જી.સી. બારિયા, ગાંધીનગરથી સુરેશ એ. ચાવડા અને મહેસાણાથી રાકેશ એલ. ચૌધરીનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh