Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના ભરડકીમાં પ્રૌઢની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

તેના પુત્રને હત્યા પ્રયાસ માટે પાંચ વર્ષની કેદ ફરમાવાઈઃ

જામનગર તા.૩ : જામજોધપુરના ભરડકી ગામમાં મકાનમાં પતરા નાખવાની બાબતે સવા ત્રણ વર્ષ પહેલાં પાડોશીઓ વચ્ચે ઝઘડો થયા પછી એક પિતા-પુત્રએ લોખંડની કોશ, સળીયા વડે હુમલો કરી એક પ્રૌઢની હત્યા કરી હતી અને તેના પુત્રની હત્યાનો પ્રયાસ કર્યાે હતો. આ કેસ ચાલી જતાં આરોપી પિતાને હત્યાના ગુન્હામાં આજીવન કેદ અને પુત્રને હત્યા પ્રયાસના કેસમાં પાંચ વર્ષની કેદ થઈ છે.

જામજોધ૫ુર તાલુકાના ભરડકી ગામમાં વસવાટ કરતા રમેશભાઈ લખમણભાઈ સાંગાણી તથા તેના પુત્ર સોહિલ રમેશભાઈ સાંગાણીને તેમના પાડોશી જયંતિભાઈ સાંગાણી તથા તેના પુત્ર ડેનીશ જયંતિભાઈ સાથે ઘરમાં પતરા નાખવાની બાબતે બોલાચાલી થયા પછી ગઈ તા.૩૦-૭-૨૧ ના દિને જયંતિભાઈ તથા ડેનીશ પોતાના ઘરમાં હતા ત્યારે પતરામાં કરવામાં આવેલો વાટો કાઢી નાખવા અને નવી દીવાલ ચણાવી દેવા માટે ડેનીશ અને લાભુબેન કહેવા જતાં બોલાચાલી થઈ હતી.

ત્યારપછી રમેશભાઈ તથા સોહિલે ઉશ્કેરાઈ જઈને ગાળો ભાંડ્યા પછી સળીયા વડે સોહિલે હુમલો કરી ડેનીશ અને લાભુબેનને ઈજા પહોંચાડી હતી અને ગોવિંદભાઈને પણ માર માર્યાે હતો. મારામારીમાં જયંતિભાઈને માથામાં લોખંડની કોશ વાગી જતા બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. પોલીસમાં તેની ફરિયાદ કરાતા હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો.

ઉપરોક્ત કેસ જામગનરની અદાલતમાં ચાલવા પર આવતા એડી. ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ વી.પી. અગ્રવાલે સરકાર તરફથી રોકાયેલા એપીપી પિયુષ પરમાર તથા મૂળ ફરિયાદીના વકીલ દિનેશ વિરાણીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પૈકીના રમેશભાઈ લખમણભાઈ સાંગાણીને આઈપીસી ૩૦૨ના ગુન્હામાં આજીવન કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ તથા આરોપી સોહિલ રમેશભાઈને આઈપીસી ૩૦૭ના ગુન્હામાં પાંચ વર્ષની કેદ અને રૂ.પ હજારનો દંડ ફટકાર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh