Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુગળી બ્રાહ્મણો, શિવસેના, મહાદેવ મિત્ર મંડળ તથા ધાર્મિક સંસ્થાઓ જોડાઈઃ પુસ્તકનું લખાણ હટાવી કાનૂની કાર્યવાહીની માંગણીઃ
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશજી અને સનાતન ધર્મના દેવી-દેવતાઓ વિશે લખાયેલા -વિવાદિત લખાણો દ્વારકાધીશની સેવા-પૂજાનું અપમાન કરતા શબ્દ પ્રયોગો સામે વિરોધ વ્યક્ત કરવા તા. ર ના બુધવારે સાંજે ૪ વાગ્યે જામનગરમાં હિન્દુ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે મૌન રેલી યોજીને કલેક્ટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું હતું. અને આપતિજનક લખાણો હટાવી, કાનૂની કાર્યવાહી કરવા માંગણી કરાઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકના લખાણો અંગે ગુજરાતભરમાંથી ઠેર-ઠેર વિરોધ ઉઠી રહૃાો છે. દ્વારકા જિલ્લામાં પણ આવેદન આપવા સહિતના કાર્યક્રમો થયા બાદ બુધવારે આવા વિવાદીત લખાણો રદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં સાંજે ૪ વાગ્યે ઓશવાળ સેન્ટર પાસે આવેલા સંતોષી માંના મંદિર થી સરૂ સેક્શન રોડ ઉપર આવેલી કલેક્ટર કચેરી સુધી એક મૌન રેલી યોજવામાં આવી હતી. આ રેલી કલેક્ટર કચેરીમાં પહોંચી હતી અને અધિકારીને આવેદન પત્ર પાઠવીને વિવાદીત લખાણો દૂર થાય, તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના જવાબદારો ભગવાન દ્વારકાધીશ સમક્ષ માફી માંગે તે સહિતની માંગણી કરી હતી. આ કાર્યક્રમમાં ગુગળી બહ્મસમાજ, આહિર સેના-ગુજરાત, મહાદેવ હર મિત્ર મંડળ, શિવસેના, સતવારા સમાજ યુવક મંડળ, શ્રીરામ બજરંગદળ, રાજા મેલડી મિત્ર મંડળ, હિન્દુ મહાસભા, ભગવા સેના, કોળી સમાજ, વીર દાદા જસરાજ, રઘુવંશી ફાઉન્ડેશન સહિતના હિન્દુ સંગઠનો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial