Advertisement
Author: નોબત સમાચાર

રેલવે યાત્રા દરમિયાન કોઈપણ સ્ટેશનેથી '૦' એફઆઈઆર નોંધાવી શકાશે

સાંસદ પૂનમબેન માડમના પ્રશ્નનો રેલવે મંત્રી દ્વારા ઉત્તરઃ

જામનગર તા. ૩: ૧ર-જામનગર લોકસભા વિસ્તારના સંસદસભ્ય પૂનમબેન માડમે રેલવે ક્ષેત્રે સલામતિ સહિતની સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે ભારત સરકારે લીધેલા પગલાંઓની બાબતે સંસદમાં પ્રશ્નો પૂછ્યા હતાં, તેમજ સાંસદ પૂનમબેન માડમએ વિશાળ નેટવર્ક ધરાવતા ભારતીય રેલવેની વધતી સુસજ્જતા અને સલામતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો. રેલવેને લગત જુદા જુદા પ્રશ્નો સંદર્ભે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિગતવાર પ્રત્યુત્તર સંસદમાં આપ્યા હતાં.

રેલવે મુસાફર દરમિયાન ક્યાંય ફરિયાદ કે ગુનો નોંધાવવાનો થાય ત્યારે લોકોને હાલાકી ન પડે તે માટે નવા ફોજદારી કાયદાઓ મુજબ જે તે રાજ્યોની રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ સંકલન સાધી રહી છે જેથી આગામી દિવોસમાં યાત્રા દરમિયાન કોઈપણ સ્ટેશનેથી '૦' એફઆઈઆર નોંધાવાઈ શકાશે.

રેલવે અકસ્માતો અને દુર્ઘટનાઓ રોકવા માટે પાછલા ૬૦ વર્ષની સરખામણીએ તાજેતરમાં વધુ ધ્યાન આપવામાં આવતા અકસ્માતોની સંખ્યામાં શું ફરક પડ્યો છે? તેવા પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે અગાઉની સરકારોમાં વર્ષે સરેરાશ ૪૦૦ જેટલા અકસ્માતો કે દુર્ઘટનાઓ બનતી હતી. છેલ્લા દાયકામાં રેલવે અકસ્માત નિયંત્રણ માટે ટેકનોલોજીના ફેરફાર, ટ્રેનિંગ મોડ્યુઅલના ફેરફાર, પાવર એક્યુરસી વગેરે અમલમાં મુકતા અકાસ્માતોની સરેરાશ ઘટીને વર્ષે ૮૦ થી ૮૧ જેટલી થઈ છે અને હજુય રેલવેનું સમગ્ર તંત્ર અકસ્માત ટાળવા વધુને વધુ સજ્જ થઈ રહ્યું છે.

મહિલાઓ અને બાળકોની સુરક્ષા બાબતે રેલવે વિભાગ સતત ચિંતિત અને કાર્યરત છે. રેલવે સ્ટેશનોએ હાઈક્વોલીટીના પૂરતા સીસી ટીવી કેમેરા લગાવવા, રેલવે પ્રોટેક્શ ફોર્સમાં બહેનો આરપીએફની નવ ટકાથી વધુ હિસ્સેદારી જે હજુ વધવા જઈ રહી છે તેવી તમામ બાબતો મહિલાઓ અને બાળકોની સલામતીની સજ્જતાની ખાત્રી કરાવે છે. તાજેતરના વિશ્વના સૌથી મોટા મહામહોત્સવ 'મહાકુંભ' વખતે આરપીએફની 'થ્રી' ટીમની કામગીરી ખૂબ જ પ્રશંસનીય અને નોંધપાત્ર રહી હોવાનો ઉલ્લેખ પણ આ તકે થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh