Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં ૧લી મેથી ફાસ્ટેગ બંધઃ નવી જીએનએસએસ સિસ્ટમ થશે લાગુ

કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરીએ આપ્યો સંકેત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૮: પહેલી મેથી ફાસ્ટેગ સિસ્ટમ બંધ થશે અને નવી ટોલ સિસ્ટમ લાગુ થઈ જશે. ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો, ફાસ્ટેગની ખામી અને સમયના બગાડથી રાહત આપવા માટે સરકાર હવે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે, જેને જીએનએસએસ કહેવાય છે.

ટૂંક સમયમાં દેશમાં હાઇવે મુસાફરીનો અનુભવ સંપૂર્ણપણે બદલવા જઈ રહૃાો છે. ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો, ફાસ્ટેગની ખામી અને સમયના બગાડથી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર હવે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેનો સંકેત આપ્યો હતો કે સરકાર આગામી ૧૫ દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરશે, જે ભારતની ટોલ વસૂલાત -ણાલીમાં ક્રાંતિ લાવી શકે છે. સરકાર જે નવી ટોલ સિસ્ટમ વિશે વાત કરી રહી છે તેનું નામ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. આ એક જીપીએસ આધારિત સિસ્ટમ છે, જેમાં સેટેલાઇટની મદદથી વાહનનું સ્થાન ટ્રેક કરવામાં આવશે અને તેના આધારે, નિતિ અંતર અનુસાર ટોલ ફી સીધી બેંક ખાતામાંથી કાપવામાં આવશે.

આનો અર્થ એ થયો કે હવે ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂર રહેશે નહીં. ફાસ્ટેગ સિસ્ટમમાં પણ રોકડ ચુકવણીને બદલે ડિજિટલ પેમેન્ટનો જ સમાવેશ થાય છે, તેમ છતાં ટોલ પ્લાઝા પરથી પસાર થતી વખતે વાહનને રોકવું પડે છે. ઘણી વખત, આના પરિણામે લાંબી કતારો લાગે છે. જીએનએસએસ સિસ્ટમ વર્ચ્યુઅલ ટોલ બૂથ દ્વારા કાર્ય કરે છે. આમાં, વાહનના ટ્રેક કરેલા અંતર અનુસાર ટોલની ગણતરી કરવામાં આવે છે અને ચુકવણી સીધી બેંક ખાતામાંથી કરવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે, ભારતમાં ૨૦૧૬માં ફાસ્ટેગ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી, જે આરએફઆઈડી ટેકનોલોજી પર આધારિત છે. જોકે, તેના સંચાલનમાં ગયા વર્ષે અસંખ્ય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો - જેમ કે વધુ પડતો ટ્રાફિક, ટેગ સ્કેનિંગમાં ટેકનિકલ ખામીઓ અને ટેગના દુરુપયોગના કિસ્સાઓ. આ સમસ્યાઓના કારણે, સરકાર હવે એક સ્માર્ટ અને સચોટ ટોલ ટેક્સ કલેક્શન  તરફ આગળ વધી રહી છે. આથી તેમણે આ નવી સિસ્ટમ રજૂ કરી છે.

આ સિસ્ટમ ૧ એપ્રિલ, ૨૦૨૫ થી લાગુ થવાની હતી, પરંતુ કેટલાક ટેકનિકલ અને વહીવટી કારણોસર તેને મુલતવી રાખવામાં આવી હતી. હવે તે ૧ મેથી દેશભરમાં લાગુ થવાની શકયતા છે. આ નવી સિસ્ટમમાં, દરેક વાહનમાં એક ઓન-બોર્ડ યુનિટ (ઓબીયુ) ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવશે, જે જીએનએસએસ ટેકનોલોજી દ્વારા વાહનના વાસ્તવિક સમયના સ્થાન અને હાઇવે પર કાપવામાં આવેલા અંતરને ટ્રેક કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh