Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' જામનગરમાં દેશભરમાંથી ઉમટ્યા ભક્તો- પ્રેમ પરિવારનાં સભ્યો
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં તળાવની પાળ પર આવેલ અને અખંડ રામધૂન માટે વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂનનાં પ્રણેતા બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજની ૫૫ મી પુણ્યતિથી નિમિત્તે ૩ માર્ચથી ૧૮ એપ્રિલ સુધી વિશેષ રામધૂન તથા આજે ચૈત્ર વદ પાંચમનાં પ્રેમભિક્ષુજીની પુણ્યતિથી પર ગુરૂ પૂજન, પ્રભાત ફેરી, ધ્વજારોહણ, મહાપ્રસાદ, નગર સંકિર્તન યાત્રા સહિતનાં કાર્યક્રમોનું આયોજન થયું છે.તમામ ધર્મોત્સવની વ્યવસ્થા માટે મુખ્ય સંકલન સમિતિ સહિત જુદી જુદી સમિતિઓ અંતર્ગત કાર્યકરો તથા ૪૫૦ સ્વયંસેવકોની ટીમ ખડેપગ છે. વહેલી સવારે શ્રી બાલા હનુમાન મંદિરેથી પ્રભાત ફેરી નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતાં. સવારે તળાવની પાળ પર શ્રી બાલા હનુમાન મંદિરનાં શ્રી સત્યનારાયણ મંદિર તરફ નાં પ્રવેશદ્વાર પાસે નાંખવામાં આવેલ મંડપમાં ગુરૂ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હજારો ભક્તોએ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ભાવ વંદના કરી હતી.આ ઉપરાંત બપોરે ધ્વજારોહણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.કલેક્ટર કેતન ઠક્કર , એસ.પી.પ્રેમસુખ ડેલુ, જામનગર ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, વરિષ્ઠ પત્રકાર ગિરિશભાઇ ગણાત્રા સહિતનાં મહાનુભાવો ધ્વજાપૂજનમાં સામેલ થઇ ધન્ય થયા હતાં. મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ જીતુભાઇ લાલ સહિતનાં હોદ્દેદારો દ્વારા મહાનુભાવોનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. બપોરે સાત રસ્તા નજીક આવેલ એમ.પી.શાહ કોમર્સ કોલેજનાં પટાંગણમાં હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.આજે સાંજે ૪:૩૦ કલાકે નગર સંકિર્તન યાત્રા નીકળશે. આ યાત્રા તળાવની પાળે શ્રી બાલા હનુમાન મંદિરેથી પ્રસ્થાન કરશે અને ક્રમશઃ હવાઇ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદી બજાર, કેદાર લાલ સિટી ડિસ્પેન્સરી, રણજીત રોડ, બેડી ગેઈટ, પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઇ ચોક થઇ ને તળાવની પાળે શ્રી બાલા હનુમાન મંદિરે પરત પહોંચી સંપન્ન થશે.સમગ્ર ધર્મોત્સવમાં શહેર ઉપરાંત સમગ્ર હાલાર - સૌરાષ્ટ્ર તથા બિહાર અને મહારાષ્ટ્રથી હજારોની સંખ્યામાં ભક્તો અને પ્રેમ પરિવારનાં સભ્યો ઉમટ્યા છે. તેમનાં ઉતારા સહિતની વ્યવસ્થાઓ વિવિધ વાડીઓમાં કરવામાં આવી છે.સમગ્ર ધર્મોત્સવનાં આયોજનને સફળ બનાવવા માટે શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ જીતુભાઇ લાલ, મંત્રી વિનુભાઇ તન્ના, ખજાનચી રવિન્દ્ર ભાઈ જોષી તેમજ ટ્રસ્ટીઓ કનુભાઈ કોટક, કિરીટભાઇ ભદ્રા, ઉદયસિંહ વાઢેર,પાર્થભાઇ પંડ્યાનાં માર્ગદર્શનમાં ભક્તો, સ્વયંસેવકો એ જહેમત ઉઠાવી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial