Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાની શાખા દ્વારા
જામનગર તા. ૧૮: જામનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાની જામનગર શાખા દ્વારા તા. ૨૯-૦૩-૨૫ના 'બેન્ક બ્રાન્ચ ઓડિટ' વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપ ઓડિટિંગ અને એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ બોર્ડ, આઈસીએઆઈ દ્વારા આયોજિત અને જામનગર શાખા દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં સી.એ. નિરંજન જોષી (મુંબઈ), સી.એ. કપિલ ખત્રી (અમદાવાદ), અને દીપક મંગલ (રીજનલ મેનેજર, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા) મુખ્ય પ્રવક્તા તરીકે ઉપસ્થિત રહૃાા હતા.
સત્રો દરમિયાન બેન્ક ઓડિટની વ્યવહારિક સમજ, એલએફએઆઈ અનુરૂપતા, દસ્તાવેજીકરણ અને બેન્કર દૃષ્ટિએ અપેક્ષાઓ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ કાર્યક્રમમાં સી.એ. સભ્યો અને સી.એ. વિદ્યાર્થીઓએ હાજરી આપી, જે તેમના માટે એક શિક્ષણપ્રદ અને ઉપયોગી અનુભવો સાબિત થયો.
જામનગર શાખાના પ્રમુખ સી.એ. હરદીપસિંહ જાડેજાએ આ કાર્યક્રમના સફળ સંચાલન માટે સંસ્થાના તમામ સભ્યો, વક્તાઓ અને હાજર રહેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમ જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુ.આઈ.આર.સી. ઓફ આઈ.સી.એ.આઈ સીએ જયદીપ રાયમંગીયા સેક્રેટરીએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial